Gujarati News

Gujarati News

News of Saturday, 8th January 2022

સુરતમાં ટેન્કર લીક મામલે ચાર લોકોની ધરપકડ કરાઈ

સંદીપ ગુપ્તાની શોધખોળ ચાલુ : દહેજથી ઝેરી કેમિકલ ભરેલા ટેન્કર લાવીને ઢાલવવાનો કારસો ચાલતો હોવાનું પણ સામે આવી રહી છે

સુરત,તા.૭ : સુરત શહેરમાં સચિન જીઆઈડીસીમાં ટેક્નર લીકની દર્દનાક ઘટના બની હતી. જેમાં છ મજૂરોના મોત નીપજ્યા હતા. જોકે આ દુર્ઘટનામાં પોલીસે ૪ લોકોની ધરપકડ કરી હતી. સુરત પોલીસે ભરુચ ખાતેથી ચાર આરોપીઓની ધરપકડ કરી હતી. આ અંગે સુરત પોલીસ કમિશ્નર અજય કુમાર તોમરે પ્રેસકોન્ફર્સ કરીને કેસ અંગે વધુ માહિતી આપી હતી.

શહેરની સચિન GIDCમાં ટેક્નર લીક થતા ઝેરી કેમિકલ હવામાં ફેલાતા છ મજૂરોના મોત થયા છે. જ્યારે ૮ લોકો વેન્ટિલેટર પર છે. ઝેરી કેમિકલ ઠાલવવામાપ્રકરણમાં સચિન વિસ્તારના સ્થાનિક તત્વોની સંડોવણી હોવાનું સામે આવી રહ્યુ છે. દહેજથી ઝેરી કેમિકલ ભરેલા ટેક્નર લાવીને ઢાલવવાનો કારસો ચાલતો હોવાનું પણ સામે આવી રહી છે.

 આ કેસમાં સૌથી મોટો ખુલાસો થયો છે. આ ટેક્નર ગુરવિંદર સિંહ નામના વ્યક્તિનું છે. આ ટેક્નર ખાલી કરવાનો કોન્ટ્રાક્ટ સંદિપ ગુપ્તાએ લીધો હોવાનું સામે આવી રહ્યુ છે. આ સંદિપ ગુપ્તાનો ઇતિહાસ પણ ગુનાઇત રહેલો છે. સુરત પોલીસે આ કેસમાં સાપરાધ મનુષ્યવધનો ગુનો દાખલ કર્યો છે. આ ઝેરી કેમિકલ ટેક્નર વડોદરાનું હોવાનું સામે આવ્યું છે. જેની તપાસમાં પોલીસની એક ટિમ વડોદરા જવા રવાના થઇ છે. તો બીજી તરફ સ્થાનિક પોલીસની કામગીરી સામે પણ સવાલો ઉઠ્યા છે.

સચિન વિસ્તારમાં આવેલી વિશ્વ પ્રેમ ડાઈંગ એન્ડ પ્રિન્ટિંગ મિલ પાસે ટેક્નરમાંથી ગેસ લીક થવાને કારણે મિલના છ કામદારોના શ્વાસ રૃંધાવાથી મોત થયા છે. જ્યારે આઠ જેટલા લોકો વેન્ટિલેટર પર છે અને અન્ય લોકો હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. સચિન GIDCમાં રાજકમલ ચોકડી પ્લોટ નંબર- ૩૬૨ બહાર પાર્ક કરેલા કેમિકલ ટેક્નરથી ૮થી ૧૦ મીટર દૂર મજૂરો સૂતા હતા.

અચાનક જ ટેક્નરની ડ્રેનેજ પાઇપ લીક થતા ગેસ ફેલાયો હતો જેના કારણે સૂતેલા મજૂરો અને મિલના કારીગરો પર તેની અસર થઈ હતી. આ અંગે મીડિયા સાથેની વાતચીતમાં જીપીસીબીના અધિકારી પરાગ દવેએ જણાવ્યું હતું કે, છ મહિનામાં આ સહિતની ત્રીજી ફરિયાદ મળી છે. આ પહેલા સચિન અને જ્હાંગીરપુરામાં પણ ફરિયાદ મળી હતી.

ફરિયાદ નોધાવી અને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે. આ કેમિકલમાં પ્રાથમિક તબક્કે એસિડિક કોમ્પોનન્ટ હોવાનું કહી શકાય છે. આ કેસમાં પણ પોલીસને સાથે રાખીને ફરિયાદ કરવામાં આવી છે. આ અંગે સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનના ઈન્ચાર્જ ચીફ ફાયર ઓફિસર બસંત પારીકે, જણાવ્યું હતું કે, આ ઘટનાની જાણ સવારે લગભગ ૪:૨૫ વાગ્યે થઈ હતી. ઘટનાસ્થળે પહોંચ્યા બાદ ફાયર બ્રિગેડના જવાનોએ બચાવ કામગીરી શરૂ કરી હતી.

(9:01 pm IST)