Gujarati News

Gujarati News

News of Friday, 8th January 2021

વડોદરાના વુડા સર્કલ નજીક રેતી ભરેલી ડમ્પરે ટક્કર મારતા સાયકલ સવાર યુવતીનું ઘટના સ્થળે મોત:ડમ્પર ચાલક ફરાર

મૃતક યુવતી પોતાનું આધારકાર્ડ કાઢીને ઘરે જઇ રહી હતી.

વડોદરા: શહેરના કારેલીબાગ ખાતે આવેલા વુડા સર્કલ નજીક રેતી ભરીને જઇ રહેલા ડમ્પરે એક સાયકલ સવાર યુવતીને અડફેટે લેતા તેનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. અકસ્માતમાં મૃતક યુવતી પોતાનું આધારકાર્ડ કાઢીને ઘરે જઇ રહી હતી. ત્યારે દુર્ઘટના બની હતી. અકસ્માત બાદ ડમ્પર ચાલક પોતાનું ડમ્પર ઘટના સ્થળે મુકીને ફરાર થઇ ગયો હતો. અકસ્માત બાદ લોકોના ટોળા એકઠા થયા હતા. બેફામ સ્પીડે જતા ટ્રક અને ડમ્પર સામે રોષ જોવા મળી રહ્યો હતો. પોલીસ દ્વારા ઘટના સ્થળે પહોંચીને તપાસ આદરવામાં આવી હતી.

  આ અંગે મળતી વિગત મુજબ વડોદરા શહેરના નવાયાર્ડમાં રહેતા ધર્મિષ્ઠા બહેન પરમાર (ઉ.વ 22) પોતાની સાયકલ લઇને કારેલીબાગના વુડા સર્કલ નજીકથી પસાર થઇ રહી હતી. આ દરમિયાન પુરપાટ ઝડપે પસાર થયેલા રેતી ભરેલા ડમ્પરે સાયકલ સવાર યુવતીને અડફેટે લીધી હતી. જેના પગલે ઘટના સ્થળે જ તેમનું મોત નિપજ્યું હતું. ડમ્પરની અડફેટે સાયકલનો કચ્ચરઘાણ વળી ગયો હતો. ડ્રાઇવર ઘટના બાદ ડમ્પરને ઘટના સ્થળે જ છોડીને ફરાર થઇ ગયો હતો. જો કે લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

(11:09 pm IST)