Gujarati News

Gujarati News

News of Friday, 8th January 2021

સુરતના ઉંઘના દરવાજા નજીક મોપેડ ચાલકે ટીઆરબી જવાનને અપશબ્દો બોલી માર મારતા પોલીસ ફરિયાદના આધારે ચાલકની ધરપકડ

સુરત: શહેરના ઉધના દરવાજા ખાતે રોંગ સાઇડ આવી રહેલા મોપેડ ચાલકને અટકાવનાર ટીઆરબી જવાનને અપશબ્દો ઉચ્ચારી મારા મારી કરતા ટ્રાફિક જામ થઇ ગયો હતો. ઘટનાને પગલે ખટોદરા પોલીસે મોપેડ ચાલક વિરૂધ્ધ ગુનો નોંધી ધરપકડ કરી હતી.

રીંગરોડ સ્થિત ઉધના દરવાજા ખાતે ગત સાંજે ટ્રાફિક પોઇન્ટ ઇન્ચાર્જ હે. કો. મનસુખ નારણ અને ટીઆરબી જવાન જેનીશ અશોક, ભાવેશ ઠાકોર, સાહીદ સત્તાર, અજય કિશોર અને તોહસીફ હુસૈન શેખ ફરજ બજાવી રહ્યા હતા. દરમિયાનમાં સબજેલથી ઉધના દરવાજા તરફ પુર ઝડપે આવી રહેલા મોપેડ ચાલકને તૌહસીફ હુસૈને અટકાવવા હાથથી ઇશારો કરી રિટર્ન જવા કહ્યું હતું. પરંતુ મોપેડ ચાલકે ટીઆરબી જવાનના ઇશારાની અવગણના કરી હતી. જેથી તોહસીફે મોપેડને અટકાવતા વેંત ચાલક સાજીદ મેહબુબ શેખ (.. 29 રહે. 201, બહાદુરપુરા સોસાયટી, ગાર્ડન કોલોની સામે, તલાવડી, સગરામપુરા) તારી પાસે મને રોકવાની કોઇ સત્તા નથી, તેમ છતા કેમ હિંમત કરે છે એમ કહી અપશબ્દો ઉચ્ચાર્યા હતા. તોહસીફે અપશબ્દો બોલાવનું ના કહેતા અને ઇન્ચાર્જ મનસુખ નારણને જાણ કરતા સાજીદે મોપેડ હંકારી ભાગવાનો પ્રયાસ કર્યો હતો

(6:07 pm IST)