Gujarati News

Gujarati News

News of Friday, 8th January 2021

અરવલ્લી જિલ્લામાં વાતાવરણમાં પલટો :સવારે બાયડ, ઘનસુરા,અને વાસણીરેલ સહિત સહિત અનેક ગામોમાં કમોસમી વરસાદ

વરસાદથી રવિ પાકને ભારે નુકસાનની ભીતિ : માવઠાને પગલે ઠંડીનું જોર પણ વધ્યું

અરવલ્લી: ગુજરાતમાં કમોસમી વરસાદથી ખેડૂતોની મહેનત પર ફરી એકવાર પાણી ફરી વળ્યું છે. હવામાન વિભાગની આગાહી મુજબ ગુજરાતમાં ફરી કમોસમી વરસાદ પડયો છે. ગુજરાતના વાતાવરણમાં ફરીથી પલટો આવ્યો છે, આજે અરવલ્લીના બાયડ તાલુકાના અનેક ગામડાઓમાં સવારથી વરસાદ વરસ્યો છે.

અરવલ્લીના બાયડ તાલુકાના ગામડાઓમાં વહેલી સવારથી વરસાદ પડ્યો છે. બાયડ, ધનસુરા, વાસણીરેલ સહિત અન્ય ગામોમાં વરસાદ સવારથી પડ્યો છે.ત્યારે એકાએક આ કમોસમી વરસાદ થતાં ખેડૂતો મુશ્કેલીમાં મૂકાયા છે. કમોસમી વરસાદ પડતા ખેડૂતોનો પાક બગડવાની ભીતિ છે. માવઠાથી રવિ પાકને ભારે નુકસાન થઈ શકે છે. માવઠાને પગલે ઠંડીનું જોર પણ વધ્યું છે.

(11:33 am IST)