Gujarati News

Gujarati News

News of Friday, 8th January 2021

નકલી પોલીસ બની તોડ કરતા શખ્સને નેવીના જવાને ઝડપ્યો

કોરોના કાળમાં નકલી પોલીસ વધી ગયા : સુરતના અમરોલીમાં માસ્ક વગર ફરતા પાસેથી ઊઘરાણું કરતા શખ્સે નેવી જવાનને અટકાવતા પોતે ફસાઈ ગયો

સુરત, તા. : નકલી પોલીસને લોકોને ઠગનારા ગઠિયાઓના અનેક કિસ્સા સામે આવતા હોય છે. રીતે રાજ્યમાં સુરતમાં વધુ એક આવો કિસ્સો સામે આવ્યો છે જેમાં કોલર ટાઈટ કરીને માસ્ક વગર ફરતા લોકો પાસે દંડ ઉઘરાવતા નકલી પોલીસ જવાન પકડાયો છે. નકલી જવાનનો પાલો એવા શખ્સ સાથે પડ્યો કે નકલી પોલીસ જવાન બનીને શખ્સ જે રોફ મારતો હતો તે બધી હવા નીકળી ગઈ છે. કોરોના વાયરસને ફેલાતો અટકાવવા માટે પોલીસ દ્વારા કડક પગલા ભરવામાં આવી રહ્યા છે. બાબતનો લાભ ઉઠાવવાનો પ્રયાસ કરનારો નકલી પોલીસ જવાન ઝડપાઈ ગયો છે. શહેરના અમરોલી વિસ્તારમાં માસ્ક વગર દેખાતા નાગરિકોને રોકીને નકલી પોલીસ એવો રોફ મારતો હતો કે ભલભલા તેની સામે ઢીલા થઈને દંડ ભરી દેવા માટે તૈયાર થઈ જતા હતા. પોલીસની વર્દી અને પોલીસ જેવો ઠાઠ લઈને ફરતા નકલી પોલીસ જવાને એક બાઈક રોક્યું અને તેનો આખો દાવ ઉલ્ટો પડી ગયો. રઘુવીર ગોંડલીયા નામનો શખ્સ માસ્ક વગર ફરતા લોકોને રોકીને તેમની પાસેથી દંડ ઉઘરાવતો હતો દરમિયાન ત્યાંથી એક બાઈક નીકળી જેને રોકીને તેને દંડ ઉઘરાવવો ભારે પડી ગયું. બાઈક પર બે યુવકો બેઠા હતા જેમાંથી એક નેવીનો જવાન હતો અને તેણે માસ્ક ના પહેરવા બદલ દંડ ઉઘરાવતા રઘુવીર પાસે લાઈસન્સ માંગ્યું તો તે આખો ફફડવા લાગ્યો હતો.

નેવી જવાન અને તેમના મિત્રને રોક્યા બાદ તેમણે નકલી પોલીસ જવાન રઘુવીર પર શંકા જતા તેની પાસેથી આઈકાર્ડ માગ્યું હતું. પરંતુ પોતાની ચોરી પકડાઈ જવાનો ડર લાગતા ફફડવા લાગ્યો હતો અને આઈકાર્ડ મુદ્દે ગલ્લા-તલ્લા કરવા લાગ્યો હતો. બીજી તરફ નેવીના જવાનો શક સાચો નીકળ્યો અને નકલી પોલીસ જવાનને પોલીસ સ્ટેશન પહોંચાડ્યો છે. અમરોલી પોલીસે રઘુવીર ગોંડલિયાની ધરપકડ કરીને તેની સામે કાર્યવાહી કરી છે. હવે પોલીસ દરમિયાન કેટલાક મોટા ખુલાસા થાય તેવી સંભાવના દેખાઈ રહી છે. પોલીસના નામે છેતરતો શખ્સ કેટલા સમયથી પ્રકારનું કામ કરતો હતો અને તેણે કેટલા લોકોને ઠગ્યા છે તેવી તમામ પ્રકાની વિગતો એકઠી કરીને તેની સામે આગળની કાર્યવાહી કરવામાં આવશે.

(9:00 pm IST)