Gujarati News

Gujarati News

News of Wednesday, 8th January 2020

અમદાવાદના ઓઢવ વિસ્તારના BRTS કોરીડોરમાં વધુ એક અકસ્માત : ટેમ્પો ચાલકે બે યુવકોને અડફેટે લીધા

 

અમદાવાદના ઓઢવ વિસ્તારમાં BRTS કોરિડોરમાં ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો જેમાં એક ટેમ્પો ચાલકે બે યુવાનોને અડફેટે લીધા છે .

મળતી માહિતી મુજબ ઓઢવમાં બંસીધર ઓટો સામે આવેલ BRTS કોરિડોરમાં એક ટેમ્પો વાળાએ બે યુવકોને ટક્કર મારી છે. જેમાં બંને યુવકોને ઇજા થતા સારવાર અર્થે નજીકના હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.

 માહિતી મુજબ BRTS સિક્યુરિટી ગાર્ડ દ્વારા રોકવા છતાં પાણીના વહેળા પાસે BRTS કોરિડોરમાં એક ટેમ્પો ચાલક બેફામ આવ્યો અને ત્યાં બે લોકોને અડફેટે લીધા. ટેમ્પો BRTS કોરિડરોની રેલિંગ તોડી ચઢી ગયો હતો. જેના કારણે ટ્રાફિક જામ થયો હતો.

(1:13 am IST)