Gujarati News

Gujarati News

News of Wednesday, 8th January 2020

અમદાવાદના ઓઢવામાં સોની વેપારી પર બે રાઉન્ડ ફાયરિંગ કરી પાંચ શખ્શો ફરાર

ફાયરિગ કર્યા બાદ રોકડ રકમ અને દાગીનાની લૂંટ કરાઈ : લૂંટના ઇરાદે વેપારીને નિશાન બનાવાયા

અમદાવાદના ઓઢવમાં લૂંટ વિથ ફાયરિંગની ઘટના સામે આવી છે. સોની વેપારી પર બે રાઉન્ડ ફાયરિંગ કરી પાંચ શખ્સો ફરાર થઈ ગયા છે. હાલ વેપારી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. આ ફાયરિંગ બાદ રોકડ અને દાગીનાની લૂંટ કરવામાં આવી છે. આમ લૂંટના ઈરાદે વેપારીને નિશાન બનાવવામાં આવ્યો છે અને તેમની પર ફાયરિંગ કરવામાં આવ્યું છે.

(12:19 am IST)
  • આજે બપોરે જમ્મુ - કાશ્મીરના શ્રીનગરના હ્બાક ચૌક પર આતંકીઓએ ગ્રેનેડ હુમલો કર્યો હતો જેમાં એક નાગરિક ગંભીર રીતે ઘાયલ થયો હતો. આતંકીઓને પકડવા પોલીસ અને સેના ના જવાનોએ ચારે બાજુ ઘેરાબંધી કરી હોવાનું જાણવા મળે છે. access_time 3:12 pm IST

  • ઈરાને આજે અમેરીકન મથકો ઉપર હુમલો કરતા ભારતનો રૂપિયો ડોલર સામે ૨૦ પૈસા તૂટી ગયો છે અને આજે સવારે ૧ ડોલર = રૂ.૭૨.૦૨ પૈસા રહ્યો હતો access_time 1:01 pm IST

  • ઈરાન, અમેરિકા સાથેના તણાવને ઘટાડવા માટે ભારત દ્વારા થનાર કોઈ પણ શાંતિ પહેલને આવકારશે : ભારતના ઈરાન રાજદૂત, અલી ચેગેની access_time 1:35 pm IST