Gujarati News

Gujarati News

News of Wednesday, 8th January 2020

કડાણા દાહોદ ઉદવહન સિંચાઈ યોજના-લિફટ ઈરિગેશન સ્કીમને ‘બેસ્ટ ઈમ્પિલિમેન્ટેશન ઓફ વોટર રિસોર્સિસ પ્રોજેક્ટ’સીબીઆઈપી એવોર્ડ

૧૦૫૪ કરોડની યોજના નિર્ધારિત સમયથી સાડા ચાર મહિના વહેલી પૂર્ણ થઇ : મુખ્યમંત્રી રૂપાણીએ પાઠવ્યા અભિનંદન

 

અમદાવાદ : ગુજરાત સરકારના જળસંપત્તિ વિભાગની કડાણા દાહોદ ઉદવહન સિંચાઈ યોજના-લિફટ ઈરિગેશન સ્કીમને અદ્યતન ટેકનોલોજીના ઉપયોગ સાથે તેના નિર્ધારિત સમય કરતાં સાડા ચાર મહિના વહેલી અને આદિજાતિ વિસ્તારોમાં વિશ્વસનીય સિંચાઈ વ્યવસ્થા ઉભી કરનારી યોજના તરીકે ‘‘બેસ્ટ ઈમ્પિલિમેન્ટેશન ઓફ વોટર રિસોર્સિસ પ્રોજેક્ટ’’ સીબીઆઈપી એવોર્ડ-૨૦૨૦થી સન્માનીત કરવામાં આવી છે 

 ભારત સરકારના સેન્ટ્રલ બોર્ડ ઓફ ઈરીગેશન એન્ડ પાવર દ્વારા આ સન્માન ગુજરાતને પ્રાપ્ત થયું છે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ જળસંપત્તિ વિભાગને આ ગૌરવ સિદ્ધિ માટે અભિનંદન પાઠવ્યા છે.
મુખ્યમંત્રીના દ્રષ્ટિવંત નેતૃત્વમાં સુદ્રઢ જળવ્યવસ્થાપન અને સિંચાઈની સુવિધાઓ આદિજાતિ વિસ્તારો સહિત દૂર દરાજના અંતરિયાળ અને સિંચાઈથી વંચિત વિસ્તારોને આયોજનબદ્ધ રીતે પૂરી પાડવામાં આવે છે. 

 તદઅનુસાર, આદિજાતિ વિસ્તાર દાહોદ અને મહિસાગર જિલ્લાના સિંચાઈથી વંચિત વિસ્તારોને કડાણા જળાશય આધારિત આ લિફ્ટ ઈરિગેશન યોજના રૂ. ૧૦૫૪ કરોડના ખર્ચે સાકાર કરીને લિફ્ટ ઈરીગેશનનો લાભ આપવામાં આવ્યો છે

  હેતુસર, મહિસાગર જિલ્લાના સંતરામપુર તાલુકાના નાની ક્યાર ગામેથી પાણી ઉદવહન કરીને  આ બંને જિલ્લાઓમાં આવેલી નાની સિંચાઈ યોજનાના તળાવો તેમજ હયાત નાળાઓમાં પાણી છોડીને અને ચેકડેમ તથા ગામ તળાવો ભરીને સિંચાઈનો લાભ આપવાનું આયોજન કરવામાં આવ્યું હતું આના પરિણામે ૨૪૭૭૫ એકર જેટલાં વિસ્તારને સિંચાઈનો લાભ મળ્યો છે. આ ઉપરાંત પાંચ મધ્યમ સિચાઈ યોજનાઓના જળાશયોમાં પણ પાણી ભરવાનું આયોજન છે

 એટલું જ નહીં આ ઉદવહન સિંચાઈ યોજનાથી આદિજાતિ વિસ્તારના ૫૮ ગામ તળાવો, ચેકડેમ, કાંસ વગરેને પાણીથી ભરવામાં આવ્યા છે અને ૨૦૯ ગામો તથા દાહોદ શહેરને પીવાના પાણીનો લાભ મળ્યો છે.

  યોજના માટેનું કામ જૂન-૨૦૨૦ સુધીમાં પૂર્ણ કરવાની સમયમર્યાદા હતી. પરંતુ જળસંપત્તિ વિભાગના સઘન પ્રયાસો અને પ્રોએક્ટિવ એપ્રોચથી આ યોજના નિર્ધારિત સમય કરતાં વહેલી એટલે કે ડિસેમ્બર-૨૦૧૯માં પૂર્ણ થઈ છે

 અત્રે નિર્દેશ કરવો જરૂરી છે કે આ યોજનાથી આદિજાતિ વિસ્તારોના પાંચ હજાર ખેડૂત પરિવારોને ખરીફ અને રવિ એમ બે મોસમ માટે વિશ્વસનીય સિંચાઈ વ્યવસ્થા મળતી થઈ છે.

(12:15 am IST)