Gujarati News

Gujarati News

News of Wednesday, 8th January 2020

માતા પિતાને વૃદ્ધાશ્રમમાં મોકલશો નહીં: અમદાવાદમાં યુવતિઓએ અનોખો કાર્યક્રમ યોજ્યો: લેવડાવ્યા શપથ

અમદાવાદમાં પોલીસની શી ટીમની હાજરીમાં 200 યુવાનોએ શપથ લીધા

 

અમદાવાદ  આજની યુવા પેઢી માતા-પિતાથી અળગી થઈ રહી છે અને સંયુક્ત કુટંબની જગ્યાએ વિભક્ત કુંટંબ વધી રહ્યા છે ત્યારે માતા-પિતાને વૃધ્ધા આશ્રમ જતા અટકાવવા અમદાવાદમાં કેટલીક યુવતિઓ એક અનોખો કાર્યક્રમ યોજ્યો હતો અને જેમાં 200થી વધુ યુવાનોને આમત્રણ આપવામાં આવ્યુ હતુ

કાર્યક્રમ કલાસૂર્ય ફાઉન્ડેશન દ્રારા રાખવામાં આવેલ અને જેમાં સોલા પોલીસની શી ટીમ પણ હાજર હતી. કાર્યક્રમમાં પાવર ઓફ યુથ ક્લબનુ આયોજન પણ કરવામાં આવ્યુ હતુ. સંગીતા પટેલનુ કહેવુ છે કે ' કાર્યક્રમ પાછળનો હેતુ એવો હતો કે માતા-પિતાને કંઈ રીતે વૃધ્ધા આશ્રમ જતા અટકાવી શકાય તે હતો અને જેમાં યુવાનો સાથે ચર્ચા કરવામાં આવી હતી

ડાન્સ પાર્ટી સાથે અલગ-અલગ વિષય પર યુવાનો પાસેથી પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી હતી અને જેમાં ખાસ કરીને માતા-પિતાને વૃધ્ધા આશ્રમ નો મોકલવો,ટ્રાફીક ના નિયમનુ પાલન કરવુ,યુવતિઓ ને સમ્માન આપવુ અને ડ્રગથી દુર રહેવુ દેશને આગળ વધારવા સુધીની પ્રતિજ્ઞા લેવડાવવામાં આવ્યુ હતું.

એનજીઓનુ ખાસ મોટીવ છે કે જે રીતે દેશભરમાં વૃધ્ધા આશ્રમમાં સંખ્યા વધી રહી છે અને જે ઝડપથી ઓછુ થાય અને તેમને પરિવાર સાથે રાખી ખુશ રાખવા તે ઉદેશ્ય છે.

(11:09 pm IST)