Gujarati News

Gujarati News

News of Wednesday, 8th January 2020

અનામતના લાભથી કોઈ સમાજ વંચિત નહીં રહે : લોકરક્ષકની ભરતીમાં કોઇને અન્યાય નહીં થાય:પ્રદીપસિંહ જાડેજાની ખાત્રી

કોઇપણને આરક્ષણની બાબતમાં અન્યાય ન થાય તે માટે રાજ્ય સરકાર કટિબદ્ધ

અમદાવાદ : ગૃહ રાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું છે કે લોકરક્ષકની ભરતીમાં કોઇને અન્યાય નહીં થાય અને અનામતના મળવાપાત્ર લાભથી કોઇ સમાજ વંચિત ન રહે તે માટે રાજ્ય સરકાર કટિબદ્ધ છે.

  SC, ST, OBCના ઉમેદવારોને અન્યાય થઇ રહ્યો છે તેમ જણાવી કેટલીક મહિલાઓ આંદોલનો કરી રહી છે. આ સંદર્ભે મંત્રીએ કહ્યું હતું કે કોઇપણને આરક્ષણની બાબતમાં અન્યાય ન થાય તે જોવાની જવાબદારી રાજ્ય સરકારની છે. ચારણ, ભરવાડ અને રબારી સમાજના સંદર્ભમાં વિશ્લેષણ સમિતિના નિર્ણયો સામે અને મહિલાઓને અનામત અંગે હાઇકોર્ટના ચૂકાદાના અર્થઘટન સામે વિરોધ કરવામાં આવી રહ્યો છે. આ બાબતમાં કોઇ સમાજને નુકસાન ન થાય અને આ સંદર્ભમાં કોઇ ક્ષતિઓ હશે તો તેને નિવારવા સરકાર દ્વારા ચોક્કસ પગલાં લેવામાં આવશે.
તાજેતરમાં રાજ્યના લોકરક્ષક ભરતી બોર્ડ દ્વારા કરવામાં આવેલી લોકરક્ષકની 9713 જેટલી જગ્યાઓ માટેની ભરતીમાં કોઇપણ સમાજના યુવક-યુવતીઓ સાથે અન્યાય થશે નહી. દરેક સમાજના અધિકારો અને તેમના હિત માટે રાજ્ય સરકાર કટિબદ્ધ છે. અમારી સરકાર ''સૌનો સાથ, સૌનો વિકાસ'' અને સૌનો વિશ્વા

(10:32 pm IST)