Gujarati News

Gujarati News

News of Wednesday, 8th January 2020

નિવૃત આઇપીએસ ઓફિસર સવાણીની વિવાદી પોસ્ટ યથાવત : પોલીસના કરપ્શનના મુદ્દા બાદ હવે સ્વામિનારાયણ સંપ્રદાય પર વિવાદિત પોસ્ટ કરી

ઓસ્ટ્રેલિયાના લોકોને ચક્કર ચડી જાય તેવો ધડાકો સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુએ કર્યો

અમદાવાદઃ અમદાવાદ અને વડોદરામાં ફરજ બજાવીને નિવૃત્ત થયેલા આઇપીએસ અધિકારી સવાણી  ફેસબુક પર સતત વિવાદિત પોસ્ટ કરી રહ્યાં છે પહેલા શહેર પોલીસના કરપ્શનને લઇને વિવાદિત પોસ્ટ કરી હતી અને આઇપીએસ અધિકારીઓ પર જ નિશાન તાક્યુ હતું. ત્યારે હવે તેમણે ધર્મ પર એક વિવાદિત પોસ્ટ કરતા અનેક ચર્ચાઓ શરૂ થઇ છે.
વડોદરા પોલીસ ટ્રેઇનીંગ સેન્ટરમાંથી નિવૃત્ત થયેલા આર જે સવાણી એટલે રમેશ સવાણી હવે તેમની લેખન કળા પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા હોવાનું લાગી રહ્યું છે. તેમના કાર્યકાળમાં અનેક લોકો તેમના સ્વભાવથી નારાજ હતા ત્યારે હવે તેઓ તેમના વિભાગની અને અન્ય મુદ્દાઓને લગતી વાતો ફેસબુક પર કરી રહ્યા છે. પહેલા પોલીસ વિભાગની પોસ્ટ કર્યા બાદ હવે સ્વામિનારાયણ સંપ્રદાયને લઇને એક વિવાદિત પોસ્ટ કરી છે.
   નિવૃત્ત આઇપીએસ અધિકારી આર જે સવાણીએ લખ્યું છે કે, 5 જાન્યુઆરી 2020, રવિવારના સમાચાર છે કે ઓસ્ટ્રેલિયાના જંગલોમાં લાગેલી આગ હવે ખતરનાક સ્તર પર પહોંચી ચૂકી છે. સપ્ટેમ્બર 2019 થી જંગલોમાં આગ ભભૂકી રહી છે અને તેના પર કાબૂ મેળવવાના તમામ પ્રયાસો નિષ્ફળ ગયા છે.

  સિડની યુનિવર્સિટીના સંશોધકોનું અનુમાન છે કે, આ આગમાં અત્યાર સુધીમાં 50 કરોડ પશુ પક્ષીઓના મોત થયા છે. આ આગ ઓસ્ટ્રેલિયાના વિક્ટોરિયા અને ન્યૂ સાઉથ વેલ્સના કિનારાના વિસ્તારોમાં સૌથી વધારે ફેલાઈ છે. હવા અને ધૂમાડાના કારણે સેંકડો ગામડાઓ અને શહેરોમાં લોકોનું રહેવાનું મુશ્કેલ થઈ રહ્યુ છે. લોકો ઘર છોડને ભાગી રહ્યા છે.આગમાં અત્યાર સુધીમાં 18 લોકોના મોત થયા છે. ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન સ્કોટ મોરિસને આગના કારણે 13 જાન્યુઆરી, 2020 થી શરુ થનારા ભારત પ્રવાસને અને એ પછીના જાપાન પ્રવાસને રદ કરી દીધો છે.
  'ઓસ્ટ્રેલિયાના લોકોને ચક્કર ચડી જાય તેવો ધડાકો સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુએ કર્યો છે. સ્વામિનારાયણ પંથ એક ફાંટાએ-BAPSના મહંત સ્વામીએ સુરતમાં માળા ફેરવી એટલે તરત જ ઓસ્ટ્રેલિયામાં વરસાદ શરુ થયો ! ભોળા ભક્તોને આવી ચમત્કારી વાતો ખૂબ ગમે. સંપ્રદાયના સાધુઓ પ્રગટ બ્રહ્મસ્વરુપ છે; તેવું ભક્તોને લાગે છે. પરંતુ નવી જનરેશન આવા તુક્કા સહન કરી શકતી નથી. USA માં એક સંબંધીનો પુત્ર નાનપણથી સ્વામિનારાયણ પૂજાપાઠ કરતો હતો; તે કોલેજમાં પહોંચ્યો ત્યારે આધુનિક વિજ્ઞાન અને જીવન શૈલી સાથે અનુકૂલન સાધવામાં તેને મુશ્કેલી થઈ. તે ચિંતામાં મૂકાયો. અંતે તેણે સ્યુસાઈડ કર્યું.મહંત સ્વામીએ માળા કરી હોત તો નોટબંધી વેળાએ 150 વધુ માણસોના મૃત્યુ થયા નહોત; JNU માં હિંસા થઈ નહોત; આર્થિકમંદીનો સામનો કરતા કેટલાંય કુટુંબોએ સામૂહિક આત્મહત્યા કરી નહોત; હજારો ખેડૂતોએ આત્મહત્યા કરી નહોત ! પ્રગટ બ્રહ્મસ્વરુપનું ગ્લેમર ઊભું કરવામાં કંઈક તો મર્યાદા રાખો !

લોકો તેમના સ્વભાવથી તેમની સાથે કામ કરવામાં કંટાળતા હતાપોલીસ વિભાગના કેટલાક લોકોનું કહેવું છે કે પહેલા તેમણે કરપ્શનને લઇને એક પોસ્ટ લખી હતી. જેમાં કેવી રીતે કરપ્શન થાય છે તે વાત સાચી લખી હતી. પણ તેમણેય તેમની નોકરીના સમયે કરપ્શન ન કર્યું હોય તેવું લાગતું નથી. સાથે કામ કરનારા લોકો સાથે પણ ગમેતેમ વાત કરતા હોવાથી સ્ટાફમાં પણ તેમના સ્વભાવને લઇને નારાજગી જોવા મળતી હતી.

 
(8:48 pm IST)
  • ટ્રેઝરી કચેરીનું પગાર બીલનું સર્વર ત્રણ દિ'થી ઠપ્પ : તમામ ચેકો અટકયાઃ પગારદારો-બીલ મૂકનારામાં દેકારોઃ મોટો ટેકનીકલ ફોલ્ટને કારણે રાજકોટની તિજોરી કચેરીનું પગાર બીલનું સર્વર ત્રણ દિ'થી ઠપ્પ : તમામ ચેકો અટકયા પગારદારો-બીલ મૂકનારામાં દેકારો : બીલ અંગેની કામગીરી ઠપ્પ : ગાંધીનગર પણ જાણ કરાઇ : ફોલ્ટ નિવારવા મથામણ.. access_time 3:58 pm IST

  • રાજયના વિવિધ ગંભીર પ્રશ્નોની રજૂઆત માટે વિપક્ષી નેતા પરેશ ધાનાણી કોંગ્રેસનંુ પ્રતિનિધિ મંડળ રાજયપાલને મળશે : પરેશ ધાનાણીના નિવાસસ્થાને ધારાસભ્યો એકઠા થયા : ખેડૂતોને પાકવિમા, સરકારી શાળાઓ બંધ કરવાના મામલે અને નવજાત શિશુઓના મોત તેમજ મંદી, મોંઘવારી, બેરોજગારી, ખેડૂતોને દેવામાફી સહિતના મુદ્દાઓ લઈને રાજયપાલ આચાર્ય દેવવ્રત સાથે મુલાકાત કરશે access_time 5:18 pm IST

  • ઈરાકના બે લોકેશન ઉપર ઈરાનમાંથી બે મિસાઈલો આજે સવારે છોડવામાં આવ્યા છે : વિગતો મેળવાઈ રહી છે : ઈરાકમાં આવેલ બે અમેરિકી લશ્કરી મથકો ઉપર ઈરાને ૨ મિસાઈલો જીકયા છે : ડોનાલ્ડ ટ્રમ્પે જાહેર કર્યુ છે કે બધુ સહી સલામત છે access_time 1:02 pm IST