Gujarati News

Gujarati News

News of Wednesday, 8th January 2020

પૂર્વમંત્રી કોડનાનીને રાજ્ય છોડવાની કોર્ટની લીલીઝંડી

કોર્ટે શરતો સાથે અરજી મંજૂર રાખી

અમદાવાદ,તા. ૮ : નરોડા ગામના ચકચારભર્યા રમખાણ કેસમાં પૂર્વ મંત્રી ડોક્ટર માયાબેન કોડનાને સ્પેશ્યલ કોર્ટે આખરે ગુજરાત બહાર જવાની મંજૂરી આપી છે. વર્ષ ૨૦૦૨ નરોડા ગામમાં કોમી રમખાણ મામલે ડોકટર માયાબેન કોડનાનીએ સેશન્સ કોર્ટમાં અરજી કરી હતી. જે કોર્ટે કેટલીક શરતોને આધીન મંજૂર રાખી હતી. અરજદાર ડો.માયાબહેન કોડનાની તરફથી વિદેશ જવાની પરવાનગી આપવાની વિનંતી સાથે જામીનની શરતોમાં રાહત આપવા માટે અદાલતને અનુરોધ કરવામાં આવ્યો હતો. આ અરજીમાં ગુજરાત બહાર જવા માટેની મંજૂરી માંગવામાં આવી હતી.

          સેશન્સ કોર્ટે કેટલીક શરતો પર માયાબહેનની અરજીને મંજૂર રાખી હતી. કોર્ટે જણાવ્યું હતું કે, અરજદાર ગુજરાત બહાર ક્યાં સ્થળે જવાનું તેની જાણ તપાસ અધિકારીને માયાબેને કરવાની રહેશે. પોતાનાં તમામ મોબાઇલ નંબર ચાલુ રાખવાનો પણ કોર્ટે હુકમ કર્યો છે. કેસના તપાસ અધિકારીને ગુજરાત પરત ફર્યા બાદ તમામ માહિતીઓ આપવાની રહેશે એમ પણ કોર્ટે ઠરાવ્યું હતું.

(8:23 pm IST)