Gujarati News

Gujarati News

News of Wednesday, 8th January 2020

વડોદરા સયાજી હોસ્પિટલમાં HIV ગ્રસ્તોના CD-4 ટેસ્ટિંગ મશીન બગડતા અન્ય જિલ્લાના દર્દીઓને ફેરા

૬ મહિના પહેલાજ નવું આવેલું મશીન અચાનક ખોટકાતા નર્મદા જીલ્લા સહિતના જિલ્લામાંથી આવતા દર્દીઓ ધક્કે ચઢ્યા

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : ગુજરાત સરકાર આમ તો HIV/AIDS ના દર્દીઓ પાછળ કરોડો રૂપિયાના ધુમાડા કરી મફત ટેસ્ટિંગ, મફત સારવાર અને મફત દવા ઉપલબ્ધ કરે છે પરંતુ અમુક કિસ્સા માં કાચું કપાતું હોય એમ જેતે સેન્ટર ના સંકલન ના અભાવે જરૂરી દવાઓ અમુક નાના સેન્ટરો સુધી સમયસર પહોંચતી નથી અથવા નર્મદા જિલ્લા જેવા પછાત જિલ્લા માં સ્ટાફ ની અછત જેવી ઘણી તકલીફો માં દર્દીઓ ધક્કે ચઢતા હોય છે ત્યારે ક્યારેક ટેસ્ટિંગ માટેની કીટ ન હોય અથવા મશીન બગડ્યું હોય તેવી પણ તકલીફ જોવા મળે છે.

  થોડા દિવસ પર જ નર્મદા ના 350 જેવા HIV પીડિતો ને ટીબી જેવા ચેપ સામે રક્ષણ આપતી દવા પણ આવી ન હોવાની બુમ ઉઠી હતી તેની સાહિ હજુ સુકાઈ નથી ત્યાંજ બુધવારે નર્મદા જિલ્લા સહિત ના કેટલાક HIV પીડિતો વડોદરા સયાજી હોસ્પિટલ ના ART સેન્ટર પર ગયા જ્યાં સમયાંતરે તેમના CD-4 ની તપાસ થતી હોય છે.પરંતુ ત્યાં રોજગાર અને ભાડું બગાડી ગયેલા પીડિતો ને જાણવા મળ્યું કે CD-4 ટેસ્ટિંગ નું મશીન બગડ્યું છે માટે ત્યાં પહોંચેલા તમામ ને આવતા અઠવાડિયે અથવા બે ચાર દિવસ બાદ આવવા કહેવામાં આવ્યું .જોકે આ તકલીફ માં ART સેન્ટર કે લેબોરેટરી ના સ્ટાફ ની કોઈ ભૂલ કે વાંક ન હતો કેમ કે આગલા દિવસે સાંજે જ અચાનક મશીન બગડ્યું હોવાનું જાણવા મળ્યું હતું.છ  મહિના પહેલાજ નવું આવેલું મશીન બગડતા તેની ગુણવત્તા બાબતે સવાલ ઉઠ્યા.છે

જોકે ત્યાંથી જાણવા મળ્યું કે અગાઉ એક જૂનું મશીન હતું પણ એ બાદ આ નવું મશીન ૬ મહિના પર જ ત્યાં આવ્યું હોય આટલા ટૂંકા ગાળા માં અચાનક મશીન બગડતા લાગતા વળગતા ખરીદ કરનારા કે વેચનારની કોઈ ભૂલ કે ક્ષતિ હશે..? મોંઘુદાટ મશીન માત્ર ૬ મહિના ના ટૂંકા ગાળા માં કઈ રીતે બગડ્યું શુ મશીન ની ગુણવત્તા સારી ન હતી કે સસ્તું મશીન ખરીદી કરાયું હશે..? જેવા અનેક સવાલો ધક્કે ચઢેલા HIV પીડિતો માં ચર્ચામાં હતા.

ત્યારે HIV સહિત ના અન્ય દર્દીઓ કે જે દૂર દૂર થી સારવાર કે ટેસ્ટિંગ માટે મોટા શહેરો માં જવા મજબુર હોય તેવી જગ્યાઓ ઉપર યોગ્ય અને સમયસર સારવાર મળે એ દિશામાં સરકાર જરૂરી કાર્યવાહી કરે તે જરૂરી છે.

(7:52 pm IST)
  • અમદાવાદના અનુપમ ખોખરા માગઁ પર ખાનગી ડમ્પરએ બાઈકચાલકને અડફેટે લેતા ઘટનાસ્થળે મોત : અન્ય ઈજાગ્રસ્તને સારવાર માટે ૧૦૮ મારફત એલજી હોસ્પિટલમાં ખસેડાયો: પોલિસ કાફલો ઘટના પર પહોંચ્યો access_time 1:27 am IST

  • મુંબઈના વિશ્વવિખ્યાત શ્રી સિધ્ધી વિનાયક ગણપતિ મંદિર ટ્રસ્ટએ, પુલવામામાં શહીદ થયેલા ૪૦ જવાનોના પરિવાર માટે રૂ. ૫૧ લાખની રકમ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે ને એક સમારોહમાં અર્પણ કરી હતી અને એક ઉત્કૃષ્ટ ઉદાહરણ બેસાડ્યું હતું. access_time 10:31 pm IST

  • ઈરાનમાં બે કલાકમાં ૪.૯ અને ૫.૫ની તીવ્રતાના ભૂકંપના આંચકા આવ્યા છે access_time 1:01 pm IST