Gujarati News

Gujarati News

News of Wednesday, 8th January 2020

નડિયાદ તાલુકામાં ધમધમતા જુગારધામ પર પોલીસના દરોડા: ત્રણ જુદા-જુદા સ્થળેથી 13 શકુનિઓની રંગે હાથે ધરપકડ કરવામાં આવી

નડિયાદ:તાલુકાના ઉતરસંડા અને દંતાલી તેમજ મહેમદાવાદ તાલુકાના કરોલીમાં ચાલતાં જુગારધામ પર દરોડા પાડી પોલીસે કુલ ૧૩ ઈસમોને ઝડપી પાડ્યાં હતાં. અને ત્રણેય દરોડામાં થઈ કુલ રૂ.૧૪,૦૫૦ની મત્તા જપ્ત કરી પકડાયેલા ઈસમો વિરૂધ્ધ જુગારધારા હેઠળ ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

આ અંગે મળતી માહિતી મુજબ નડિયાદ તાલુકાના ઉતરસંડામાં પરા વિસ્તારમાં આવેલ રામદેવપીર મંદિર નજીક રહેતાં પુનમભાઈ વાઘજીભાઈ ઠાકોર પોતાના ઘર નજીક આવેલ ખુલ્લી જગ્યામાં જુગારધામ ચલાવતો હોવાની માહિતીના આધારે એલસીબી પોલીસની ટીમે ગતરોજ રાત્રીના સમયે દરોડો પાડ્યો હતો. જ્યાં પોલીસને જોઈ જુગારીઓમાં નાસભાગ મચી હતી. જેમાં કેટલાક ઈસમો zપોલીસને ચકમો આપી ભાગી છુટવામાં સફળ બન્યાં હતાં. જો કે પોલીસે સ્થળ પરથી પત્તાપાનાનો જુગાર રમતાં છ ઈસમોને રંગેહાથ ઝડપી પાડ્યાં હતાં. જેમાં બાબુભાઈ જવરભાઈ વસાવા, ભરતભાઈ ચીમનભાઈ પરમાર, રમણભાઈ મંગળભાઈ પરમાર, પુનમભાઈ કાભઈભાઈ પરમાર, કિરણભાઈ ચીમનભાઈ પરમાર અને શાંતિલાલ જશભાઈ પરમારનો સમાવેશ થાય છે. જો કે જુગારધામ ચલાવનાર મુખ્ય સુત્રધાર પુનમભાઈ વાઘજીભાઈ ઠાકોરને પોલીસ પકડી શકવામાં નિષ્ફળ નીવડી હતી. પકડાયેલા ઈસમોનીઅંગજડતીમાંથી રૂ.૪૩૦૦ તેમજ દાવ પરથી રૂ.૧૭૫૦ મળી કુલ રૂ.૬૦૫૦ની રોકડ મળી આવી હતી. જે પોલીસે જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

(5:19 pm IST)