Gujarati News

Gujarati News

News of Wednesday, 8th January 2020

ખેડબ્રહ્માના ખેરાજ નજીક પોલીસે ગેરકાયદેસર વિદેશી દારૂની હેરાફેરીમાં 70.82 લાખનો દારૂનો જથ્થો ઝડપાતા નાશ કરવામાં આવ્યો

ખેડબ્રહ્મા:તાલુકાના ખેરોજ પોલીસ તેમજ પોશીના પોલીસ દ્વારા છેલ્લા ચાર વર્ષમાં ગેરકાયદેસર વિદેશી દારૃ લઇ જતા જે પોલીસ દ્વારા પકડવામાં આવ્યો હતો. જેમાં કુલ બોટલો 32848 રૂપીયા 70,82,167નો દારૂનો નાશ વરતોલ ગામ નજીક પ્રાંત અધિકારીની રાહબરી નીચે નિકાલ કરવામાં આવ્યો હતો.

ખેડબ્રહ્મા તાલુકાના ખેરોજ પોલીસ દ્વારા છેલ્લા ચાર વર્ષમાં રાજસ્થાન બોર્ડર ઉપરથી ગેરકાયદેસર વિદેશી દારૂ લઇ જતા પકડવામાં આવ્યો હતો. જેમાં વિદેશી દારૂ બિયરો મળી કુલ 30,690 રૂપિયા 67,19,603 તેમજ પોશીના પોલીસ દ્વારા ચાર વર્ષમાં પકડવામાં આવેલ દારૂની કુલ બોટલો 2158 રૂપિયા 3,62,564 મળી બંને તાલુકાના રૂપીયા 70,82,167 નો દારૂ પ્રાંત અધિકારી કૌશીક મોદી મામલતદાર જી.ડી ગમાર ખેરોજ પી.એસ.આઇ. વિ.બી. પટેલ પોશીના પી.એસ.આઇ. આર.જે. ચૌહાણ સહિત મામલતદાર સ્ટાફ પોલીસ સ્ટાફ સાથે રહી નાશ કર્યો હતો.

(5:12 pm IST)