Gujarati News

Gujarati News

News of Wednesday, 8th January 2020

વિજાપુરના માઢી ગામે યુવતીની મરજી વિરુદ્ધ દુષ્કર્મ આચરી નરાધમે વિડીયો વાયરલ કરવાની ધમકી આપતા પોલીસ ફરિયાદ

વિજાપુર: તાલુકાના માઢી ગામના યુવકે એક ગામડાની યુવતીને પોતાના ઘરે તેની મરજી વિરૃધ્ધ દુષ્કર્મ આચર્યું હતું. તેનો વિડિયો મોબાઇલમાં ઉતારીને વાયરલ કરવાની ધમકીઓ આપી હતી. આ ઘટના સંદર્ભે લાડોલ પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવી હતી. જેના આધારે પોલીસે ત્રણ વ્યક્તિ વિરૃધ્ધ ગુનો દાખલ કરીને વધુ તપાસ શરૃ કરી છે.

વિજાપુર તાલુકાના માઢી ગામમાં રહેતા પરેશ ડાહ્યાભાઇ સેનમાએ પોતાના પરે એક ગામડાની યુવતી સાથે તેની મરજી વિરૃધ્ધ કુકર્મ આચયું હતું. અને પોતાના મોબાઇલમાં અંગત પળોની વિડિયો કલીપ ઉતારી લીધી હતી. જ્યારે પરેશે તેની માતા અને ભાઇ સાથે મળીને વિડિયો કલીપ વાયરલ કરી દેવાની ધમકી આપી ભોગ બનનાર યુવતીને કોઇ અજાણ્યા રૃમમાં લઇ જઇને ૧૦ દિવસ સુધી ગોંધી રાખી હતી. વળી તેણીના કાનમાં પહેરેલી સોનાની બે કડીઓ પણ કાઢી લીધી હતી. તેમની ચુંગાલમાંથી મુક્ત થયેલ યુવતીએ લાડોલ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે પોલીસે પરેશ સહિત ત્રણ વ્યક્તિ સાથે ગુનો દાખલ કર્યો છે.

(5:10 pm IST)
  • વિદ્યાર્થીઓના સમર્થનમાં જેએનયુ પહોંચેલી દીપિકા પાદુકોણને લઈને કન્હૈયાકુમારે કહ્યું સારું થયું તે આવી પરંતુ મેં જોઈ નથી અને તેણી સાથે વાત કરી શક્યો નથી : મારી તેની સાથે મુલાકાત થઇ નથી: તે જેએનયુ છાત્રસંઘની અધ્યક્ષ આઈસી ઘોષને મળી access_time 1:24 am IST

  • નાગરિકતા સંશોધન કાયદાના સમર્થનમાં ઉતરી અભિનેત્રી જુહી ચાવલા : બોલીવુડની અનેક હસ્તીઓએ સીએએ અને એનસીઆરનો વિરોધ કર્યો છે : દીપિકા પાદુકોણની જેએનયુની મુલાકાત બાદના વિવાદ વચ્ચે અભિનેત્રી જુહી ચાવલાએ ભાજપ સમર્થિત એક વિરોધ પ્રદર્શનમાં ભાગ લીધો : જુહીએ કહ્યું કે આપણામાંથી એવા કેટલા લોકોક હહે જૉ છેલ્લા પાંચ વર્ષમાં એકદિવસની પણ છૂટી લીધી નથી: એક આપણા વડાપ્રધાન છે છે સતત દેશને આગળ લાવવા પ્રયાસ કરે છે access_time 10:54 pm IST

  • વડોદરામાં એનએસયુઆઈ કાર્યકરો અને પોલીસ વચ્ચે ઘર્ષણ : ૩૫થી વધુ કાર્યકરોની અટકાયત : અમદાવાદમાં એબીવીપીના કાર્યકરો દ્વારા થયેલ હુમલાના વિરોધ પ્રદર્શન માટે સરદાર પટેલ પ્રતિમા પાસે રેલી દરમિયાન એનએસયુઆઈના કાર્યકરો અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયુ હતું access_time 5:18 pm IST