Gujarati News

Gujarati News

News of Wednesday, 8th January 2020

ગાંધીનગરમાં તસ્કરોએ ત્રણ કલાકની અંદર બંધ મકાનનું તાળું તોડી તસ્કરોએ 2.44 લાખની મતાની ઉઠાંતરી કરી

ગાંધીનગર: શહેર તેમજ આસપાસના વિસ્તારોમાં છેલ્લા થોડા સમયથી ઘરફોડ ચોરીના બનાવો વધી રહયા છે ત્યારે શહેર નજીક વાસણા હડમતીયાની સાયોના હાઈટ્સની વસાહતમાં ત્રાટકેલા તસ્કરો ત્રણ જ કલાક બંધ રહેલા મકાનનું તાળું તોડી તેમાંથી સોનાચાંદીના દાગીના અને રોકડ મળી ર.૪૪ લાખ રૂપિયાની મત્તા ચોરીને પલાયન થઈ ગયા હતા. ઘરે પહોંચેલા પરિવારજનોને આ સંદર્ભે જાણ થતાં સે-૭ પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસે ગુનો નોંધી તસ્કરોને પકડવા દોડધામ શરૂ કરી હતી.

રાજયના પાટનગર ગાંધીનગર શહેરમાં છેલ્લા થોડા સમયથી ઘરફોડ ચોરીના બનાવો વધી રહયા છે. શિયાળાની ઠંડી શરૂ થઈ ત્યારથી રાત્રીના સમયે તસ્કરો બંધ મકાનને ટાર્ગેટ કરતાં જોવા મળી રહયા હતા ત્યારે હવે દિવસે પણ તસ્કરો સક્રિય થઈ ચુકયા છે. શહેર નજીક વાસણા હડમતીયાની વસાહતમાં ત્રાટકેલા તસ્કરો ત્રણ જ કલાકમાં મકાનનું તાળું તોડી ચોરી કરવામાં સફળ રહયા છે. જે અંગે પોલીસ સુત્રોમાંથી મળતી વિગતો પ્રમાણે સે-૧૧ની પોસ્ટઓફીસમાં નોકરી કરતાં મિતેશભાઈ મણીલાલ પ્રજાપતિ વાસણા હડમતીયાની સાયોના હાઈટ્સના મકાન નં.બી/૩૦૪માં રહે છે. ગઈકાલે તેઓ ઓફીસે હતા અને તેમની પત્નિ પુત્રને લઈ હોસ્પિટલ ગઈ હતી જયારે તેમના માતા મંદિરે ગયા હતા.

(5:09 pm IST)