Gujarati News

Gujarati News

News of Wednesday, 8th January 2020

સુરતમાં ફેસબુક પર મિત્રતા કેળવી પ્રેમ લગ્ન કરી યુવતીને તરછોડી દેનાર પ્રેમીને પોલીસે ઝડપી પાડયો

સુરત: શહેરમાં ફેસબુક પર થયેલા પ્રેમ બાદ લગ્ન કરી જહાંગીરપુરાની યુવતીને તરછોડનાર પ્રેમી ઝડપાયો છે. જહાંગીરપુરા વિસ્તારની યુવતી સાથે ફેસબુક પર મિત્રતા કેળવ્યા બાદ પ્રેમ પ્રસ્તાવ મુકી લગ્ન કરી તરછોડી દેનાર કતારગામના લોફર યુવાનની જહાંગીરપુરા પોલીસે ધરપકડ કરી પુછપરછ હાથ ધરી છે.

સોશ્યલ નેટ વર્કિગ સાઇટ પર મિત્રતા બાદ બંધાતા પ્રેમસંબંધના કરૂણ અંજામના વધી રહેલા કિસ્સા અંતર્ગત વધુ એક કિસ્સો જહાંગીરપુરા પોલીસ મથકના ચોપડે નોંધાયો છે. જહાંગીરપુરા વિસ્તારમાં રહેતી ચિત્રાલી (નામ બદલ્યું છે)નો પરિચય આઠેક મહિના અગાઉ સોશ્યલ નેટ વર્કિગ સાઈટ ફેસબુક પર ડેનીશ જગદીશ પટેલ (રહે. ડેરી ફળિયું, કતારગામ) સાથે પરિચય થયો હતો. ગત રાત્રે પોલીસે ડેનીશની ધરપકડ કરી પુછપરછ હાથ ધરી છે.

(5:08 pm IST)