Gujarati News

Gujarati News

News of Wednesday, 8th January 2020

સાવલી તાલુકાના રાણીયા ગામે તમાકુની ખળીના સુપરવાઈઝરે 46.21 લાખનો જથ્થો સુપરવાઈઝરે સગેવગે કરી દેતા વધુ તપાસ હાથ ધરાઈ

સાવલી:તાલુકાના રાણીયા ગામે આવેલી તમાકુની ખળીના સુપરવાઇઝરે રૃા.૪૬.૨૧ લાખનો તમાકુનો માલ સગેવગે કરી દીધો હોવાની ફરિયાદના પગલે પોલીસે વધુ તપાસ શરૃ કરી છે.

આ અંગેની વિગત એવી છે કે રાણીયા ગામે ચીમનભાઇ જોરાભાઇ પટેલની તમાકુની ખળી શિલ્પાબેન મહેશભાઇ બાગરેચાએ ભાડેથી લીધી છે. આ ખળીના મેનેજર અલ્પેશ રમેશભાઇ શાહ બોરસદથી દર મહિને રાણીયા ગામે જાય અને ત્યાં ફરજ બજાવતા સુપરવાઇઝર રાજુ મોહનભાઇ ઠાકોર (રહે.બનેજડા, બોરસદ)ને સ્ટોક અંગે પૂછપરછ કરી પરત ફરતા હતાં. બીજા દિવસે અન્ય મજૂરો લઇને અલ્પેશભાઇ ખળી પર પહોંચ્યા અને સ્ટોકની ગણતરી શરૃ કરી હતી. આ ગણતરી દરમિયાન રાજુએ આવવાનું બંધ કરી દીધુ હતું. ગુણોની ગણતરીમાં જાણવા મળ્યું હતું કે તમાકુના ભુક્કાની ૩૫૦૧ ગુણો તેમજ પત્તીની ૧૦૪૧ ગુણોની ઘટ છે. બાદમાં રાજુના ઘેર તપાસ કરાવતા તે ઘેર પણ મળ્યો ન હતો. જેથી રાજુએ રૃા.૪૬.૨૧ લાખ કિંમતની તમાકુની ગુણો બારોબાર સગેવગે કરી દઇ તેના સ્થાને ડાખરી, દળ, રવાની હલકી કક્ષાની ગુણો મુકી ઠગાઇ કરી હોવાનું જણાયું હતું. ભાદરવા પોલીસે ઉપરોક્ત વિગતો અંગેની ફરિયાદના આધારે વધુ તપાસ હાથ ધરી છે.

(5:07 pm IST)