Gujarati News

Gujarati News

News of Wednesday, 8th January 2020

અમદાવાદના નિકોલમાં પુત્રની ઘેલછામાં નવજાત બાળકીને કડકડતી ઠંડીમાં અજાણી મહિલાએ કપડામાં લપેટી ત્યજી દેતા અરેરાટી મચી જવા પામી

અમદાવાદ: શહેરમાં એક તરફ  સરકાર બેટી બચાવો બેટી પઢાવોના નારા પોકારી રહી છે તો બીજીતરફ પુત્રની ઘેલછામાં  બાળકીઓેને ત્યજી દેવાના બનાવો વધી રહી છે. નિકોલમાં કોઇક અજાણી મહિલાએ નવજાત બાળકીને કડકડતી ઠંડીમાં કપડામાં લપેટીને  ત્યજી દીધી હતી. પોલીસે સારવાર કરાવીને  રાયપુર આશ્રમમાં મોકલી આપી હતી.

આ કેસની વિગત એવી છે નિકોલ વિસ્તારમાં મનમોહન ચાર રસ્તા પાસે શ્યામવેદ રેસિડેન્સીની બાજુમાં આવેલા ખુલ્લા મેદાનમાં બાળકને રડવાનો અવાજ આવતાં સ્થાનિક લોકો દોડી આવ્યા હતા અને એમ્બ્યુલન્સ તથા પોલીસને જાણ કરી હતી. પોલીસે આવીને જોયું તો તાજી  જન્મેલી બાળકીને કોઇક મહિલા કપડાંમાં લપેટીને છોડીને જતી રહી  હતી.

નિકોલ પોલીસે બાળકીની સારવાર કરાવીને રાયપુર ખાતે આવેલા મહિપત આશ્રમમાં મોકલી આપીહતી અને ગુનો નોધીને સીસીટીવી ફૂટેજ આધારે માતાની શોધખોળ હાથધરીછે. પોલીસ મહિલાએ પુત્રની ઘેલછામાં કે પછી  પોતાનું પાપ છૂપાવવા આ કૃત્ય આચર્યુ છે તે સહિતની તપાસ હાથ ધરી છે.

(5:06 pm IST)