Gujarati News

Gujarati News

News of Wednesday, 8th January 2020

અમદાવાદમાં ઘરોના વેચાણમાં ૧૭૬% નો ઉછાળોઃ નાઈટ ફ્રેન્ક ઈન્ડિયા

અમદાવાદઃ નાઈટ ફ્રેન્ક ઈન્ડિયા દ્વારા પોતાની અર્ધ વાર્ષિક રિપોર્ટ- ઈન્ડિયા રિયલ એસ્ટેટ ૨૦૧૯ની બીજી ૬ માસિકના ૧૨માં સંસ્કરણને લોન્ચ કર્યા છે. જુલાઈ ડિસેમ્બર ૨૦૧૯ (૨૦૧૯ બીજા ૬ માસિક) માટે આઠ મુખ્ય શહેરોમાં આવાસીય તથા ઓફિસ માર્કેટ સ્પેસના વ્યાપક વિશ્લેષણ પ્રસ્તુત કરે છે. આ રિપોર્ટ જણાવે છે કે અમદાવાદમાં ૨૦૧૯માં ૧૬૭૧૩ ઘરોનું વેચાણ કર્યુ. જે પાછલા ચાર વર્ષોમાં સૌથી વધારે છે. અમદાવાદમાં નવા લોન્ચ કરેલ ઘરોના વેચાણમાં સમાન સમયગાળામાં ૧૭૬ ટકાનો જોરદાર વાર્ષિક ઉછાળો જોવા મળ્યો.

અમદાવાદમાં ૨૦૧૯માં ઓફિસ લીઝિંગ પાછલા ૧૦ ત્રિમાસિકમાં સૌથી ઉચ્ચ સ્તર પર હતી. તેણે વાર્ષિક આધાર પર ૫૦ ટકાનો  ઉછાળો રજીસ્ટર કર્યા અને ૦.૧૪ મિલિયન વર્ગ મીટર (૧.૫૫ મિલિયન વર્ગ ફુટ) પર પહોંચી ગયો. જો કે નવા પૂરા થયેલ ઘરે (કમ્પ્લીશન) લીઝિંગ એકિટવિટીને પાછળ છોડી દીધી અને ૦.૪૫ મિલિયન વર્ગ મીટર (૪.૮૮ મિલિયન વર્ગ ફુટ) રહ્યો. તેમાં ૨૦૧૮ની સરખામણીમાં ૫૮ ટકાનો વધારો થયો. તેનાથી ઈન- ઓફિસ ટ્રાન્ઝેકશનમાં ઉલ્લેખનીય વૃદ્ધિ હોવા છતા ઓફિસ માર્કેટ રેન્ટને સ્થિર બનાવી રાખી અને વધારે બાઝારની પ્રતિસ્પર્ધી ધારને બનાવી રાખી અમદાવાદ નાઈટ ફ્રેન્ક ઈન્ડિયાના બ્રાન્ચ ડાયરેકટરશ્રી બલબીરસિંહ ખાલસાએ જણાવ્યું કે વર્ષ ૨૦૧૯માં અમદાવાદમાં આવાસીય અને ઓફિસ માર્કેટ ખૂબ જ સારૂ પ્રદર્શન કર્યું છે.

કોમશિયલ સેકટરે લીઝિંગ ટ્રાન્ઝેકશનમાં વધારો જોયો છે. જો બજારના આધાર પર વાત કરીએ તો આવસીય બજાર માઈક્રો- સેગમેન્ટ અને અફોર્ડબલ હાઉસીંગે ૨૦૧૯ના બીજા ૬ માસિક એક ભૂમિકા નિભાવી છે.

(4:26 pm IST)