Gujarati News

Gujarati News

News of Wednesday, 8th January 2020

રવિ પાકમાં પણ ખેડુતોને પારાવાર મુશ્કેલી : ધંધુકા ,રાણપુર, ધોલેરા અને બરવાળા પંથકના 136 ગામોમાં યૂરિયાની તંગી

યુરિયા ખાતર માટે તેમને માત્રને માત્ર વાયદો મળે છે.

અમદાવાદ : ગુજરાતમાં રવિ પાકનું વાવેતર  ખોરંભે ચડી ગયું છે. અમદાવાદ જિલ્લાના ધંધુકા, ધોલેરા, રાણપૂર અને બરવાળા તાલુકાનાં 136 ગામોના ખેડુતો પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે, કારણ કે આ ખેડુતોને ખેતી માટે નથી મળતું યુરિયા ખાતર. જેને કારણે રવિ પાકના વાવેતરની કામગીરી સાવ તળિયે બેસી ગઈ છે.

 એક તરફ ખરીફ પાક માટે ખેડુતોને અતિવૃષ્ટિ , વાવાઝોડાની અસર, વારંવરા લંબાઈ રહેલી વરસાદની આગાહી આ તમામને કારણે ગુજરાતમાં ખેતી અને ખેડુતોની દશા બગડી ગઈ છે.


રવિ સિઝન ચાલુ હોવા છતાં ખેડૂતોનાં ખેતરોમાં ખરીફ પાક હજુ પડયો છે, એવામાં હવે ખેડૂતો માટે નથી યુરિયા ખાતર. અમદાવાદ જિલ્લાનાં ધંધુકા તાલુકામાં APMCમાં આવેલાં સરકાર માન્ય ડેપો છેલ્લાં 7 દિવસથી નથી યુરિયા ખાતર. જેને કારણે દરરોજ સવારે આ ખેડુતો આવે છે પરંતુ તેમને મળે છે આવતીકાલનો વાયદો. આ અંગે ખેડુતો જણાવ્યું કે યુરિયા ખાતર માટે તેમને માત્રને માત્ર વાયદો મળે છે.યુરિયા ખાતર માટેની અછત શા માટે છે તે અંગે કોઈ જાણકારી મળતી નથી.

(1:45 pm IST)