Gujarati News

Gujarati News

News of Wednesday, 8th January 2020

સીનીયર આઇએસ અધિકારીઓની બદલીઓઃ રમેશચંદ્ર મીના નવા રેવન્યુ સેક્રેટરીઃ મીનાના સ્થાને ધનંજય દ્રિવેદીઃ સહકારી રજીસ્ટ્રાર બી.એ. શાહ એનર્જી વિભાગમાં બદલાયાઃ ડી.પી.દેસાઇ નવા સહકારી રજીસ્ટ્રાર બન્યા

        રાજકોટ : રાજયના એનઆરઆઇ અને એઆરટી ડિપાર્ટમેન્ટના રમેશચંદ્ર મીનાને રેવન્યુ વિભાગમાં સેક્રેટરી તરીકે મુકાયા છે. નર્મદા વોટર રીર્સોસીસ, વોટર સપ્લાય અને કલ્પસર ડિપાર્ટમેન્ટના ધનંજય દ્રિવેદીને એનઆરઆઇ અને એઆરટી જનરલ એડમીનીસ્ટ્રેશન વિભાગમાં બદલવામાં આવ્યા છે.

         રાજયના સહકારી રજીસ્ટ્રાર બી.એ. શાહને રાજયના એનર્જી ડેવલપમેન્ટ એજન્સીમાં બદલવામા આવ્યા છે. તેઓ પાસે ચીફ ટાઉન પ્લાનરનો વધારાનો ચાર્જ યથાવત રહેશે. બી.એ. શાહની જગ્યાએ ડાયરેકટર ઓફ સ્કુલ ડી. પી. દેસાઇને કો-ઓપરેટીવ રજીસ્ટ્રાર તરીકે મુકવામાં આવ્યા છે. જયારે શ્રીમતિ પી. ભારથી સ્ટેટ પ્રોજેકટ ડાયરેકટર સર્વ શકિત અભિયાન અને કમીશ્નર પ્રાઇમરી સ્કુલને ડી.પી. દેસાઇનો ડાયરેકટર ઓફ સ્કુલનો વધારાનો ચાર્જ સુપરત કરતેા હુકમ જીઆઇડીના પ્રિન્સીપલ સેક્રેટરી કમલ દયાની દ્વારા કરવામાં આવ્યો છે.

(10:10 pm IST)