Gujarati News

Gujarati News

News of Wednesday, 8th January 2020

ગુજરાતથી મુંબઈ ટ્રેનમાં જતી મહિલાને ટાર્ગેટ કરી લૂંટતો સાયકો કીલર પકડાયો

મુંબઈની ક્રાઈમ બ્રાંચ પોલીસે દાદાર વિસ્તારમાંથી દરિયાદેવીના હત્યારાને ઝડપી પડ્યો

સુરતના ભટાર વિસ્તારમાં રહેતી દરિયાદેવી ચૌધરીની દાદર-ભૂજ એક્સપ્રેસમાં બોરિવલીથી દાદર સ્ટેશન વચ્ચે 8 ડિસેમ્બર 2018ના દિવસે હત્યા થઇ હતી. આ હત્યાનો ભેદ 13 મહિના પછી ઉકેલાયો છે. મુંબઈની ક્રાઈમ બ્રાંચ પોલીસે દાદાર વિસ્તારમાંથી દરિયાદેવીના હત્યારાને ઝડપી પડ્યો છે. પોલીસે પકડેલા આરોપીનું નામ મોહમદ ઉમર શેખ છે અને તે સાઈકો કીલર છે. જ્યારે આ મોહમદ શેખ અન્ય મહિલાને શિકાર બનવાની તૈયારી કરતો હતો, તે પહેલા જ પોલીસે તેને ઝડપી લીધો હતો. પોલીસની પૂછપરછ દરમિયાન આરોપીએ હત્યાના ગુનાની કબુલાત કરી હતી.

ગત 8 ડિસેમ્બર 2018ના રોજ સુરતના ભટાર વિસ્તારમાં રહેતી દરિયાદેવી પોતાના સંબંધીને ત્યાં લગ્નમાં હાજરી આપવા માટે મુંબઈ જવા માટે દાદર-ભૂજ એક્સપ્રેસમાં બેઠી હતી. ટ્રેન જ્યારે બોરીવલી પહોંચી ત્યારે ટ્રેનમાં રહેલી મહિલાઓ ત્યાં ઉતરી ગઈ અને દરીયાદેવી ટ્રેનના ડબ્બામાં એકલી રહી હતી. મહિલાની એકલતાનો લાભ ઉઠાવીને ચેન સ્નેચીગ કરવા માટે મોહમદ શેખ ચાલુ ટ્રેનમાં ચઢી ગયો હતી અને દરિયાદેવીની ચેન સ્નેચિંગ કરવાનો પ્રયાસ કર્યો હતો. દરિયાદેવીએ પ્રતિકાર કરતા બંને વચ્ચે ઝપાઝપી થઇ હતી અને આ ઘટનામાં દરીયાદેવીને ગુપ્તાંગના ભાગે ઈજાઓ પણ થઇ હતી. જ્યારે નજીકના સ્ટેશન પહેલા ટ્રેન ધીમી પડી ત્યારે આરોપી ચાલુ ટ્રેને નીચે ઉતરી ગયો હતો.

ઘટનામાં દરિયાદેવીને ગંભીર ઈજાઓ થતા તેમનું મોત નીપજ્યું હતું. તેથી પોલીસે આ સમગ્ર મામલે હત્યાનો ગુનો દાખલ કરીને આરોપીની શોધખોળ શરૂ કરી હતી. પોલીસે CCTV ફૂટેજની ચકાસણી કરતા આરોપી CCTV ફૂટેજમાં જોવા મળ્યો હતો. ક્રાઈમ બ્રાંચના અધિકારીઓએ આરોપીને પકડવા માટે છેલ્લા એક મહિનાથી રીવલી, દાદર અને મુંબઈ સેન્ટ્રલ સ્ટેશન પર સિવિલ ડ્રેસમાં વોચ ગોઠવી હતી અને એક મહિના પછી આરોપી જયારે દાદર સ્ટેશનથી ગુજરાત મેલમાં શિકારની શોધમાં હતો ત્યારે આરોપીને પોલીસ પકડી લીધો હતો. આરોપી પકડાયો ત્યારે તેની પાસેથી રોકડ અને ઘરેણા પણ મળ્યા હતા.

આરોપીની પૂછપરછ દરમિયાન તેને હત્યાના ગુનાની કબુલાત કરી હતી અને સાથે-સાથે જણાવ્યું હતું કે, દિવ્યાંગનગમા અંસારી દાદરથી ગુજરાત મેલના લેડીઝ કોચમાં આરોપી ચાલી ટ્રેન ચઢી ગયો હતો અને ત્યારબાદ ટ્રેનમાં રહેલી નગમા નામની યુવતી પાસેથી મોબાઈલ માંગ્યો પણ તેને મોબાઈલ ન આપતા આરોપીએ નગમાનો સામાન છીનવીને તેણીને ધક્કો મારી દીધો તેથી તેના બે પગ કપાઈ ગયા હતા. આ ઉપરાંત તેને માનસી કેલકર નામની મહિલા સાથે લૂંટ કરીને તેને સળીયો મારીને ઈજાગ્રસ્ત કરી હતી.

પોલીસને વધુમાં જાણવા મળ્યું હતું કે, આરોપી લૂંટ કરવા માટે ચપ્પુ ટીફીનના ડબ્બાની આડમાં ટ્રેનમાં ઘૂસાડતો હતો.

 

(8:55 am IST)