Gujarati News

Gujarati News

News of Wednesday, 8th January 2020

પારડીમાં વલસાડ જિલ્લા કક્ષાના પ્રજાસત્તાક પર્વની ઉજવણી થશે : કલેકટરના અધ્યક્ષ સ્થાને બેઠક યોજાઈ

વિવિધ વિભાગોએ કરવાની થતી કામગીરી બાબતે વિસ્‍તૃત ચર્ચા-વિચારણા કરાઈ

વલસાડ જિલ્લા કક્ષાના આગામી પ્રજાસત્તાક પર્વની ઉજવણી પારડી તાલુકા મથકે બીઆરસી ભવન ગ્રાઉન્‍ડ ખાતે કરવામાં આવનાર છે. આ ઉજવણીના સુચારુ આયોજન સંદર્ભે જિલ્લા કલેકટર સી.આર.ખરસાણના અધ્‍યક્ષસ્‍થાને કલેકટર કચેરી ખાતે બેઠક મળી હતી.

  આ બેઠકમાં  પારડી ખાતે યોજાનાર ધ્‍વજવંદન કાર્યક્રમ દરમિયાન વિવિધ વિભાગોએ કરવાની થતી કામગીરી બાબતે વિસ્‍તૃત ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી., રંગારંગ સાંસ્‍કૃતિક કાર્યક્રમો, સરકારી મકાનોમાં રોશની, ટેબ્‍લોઝ, માર્ચ પાસ્‍ટ, શ્રેષ્‍ઠ કામગીરી બદલ રમતવીરો, અધિકારી, કર્મચારીઓનું સન્‍માન સહિતનું આયોજન  અંગે ચર્ચા કરવામાં આવી હતી. 

  આ અવસરે  જિલ્લા વિકાસ અધિકારી અર્પિત સાગર, નિવાસી અધિક કલેકટર એન.એ.રાજપુત , સહિત અમલીકરણ અધિકારીઓ હાજર રહ્યા હતા

(10:07 pm IST)
  • ઈરાન, અમેરિકા સાથેના તણાવને ઘટાડવા માટે ભારત દ્વારા થનાર કોઈ પણ શાંતિ પહેલને આવકારશે : ભારતના ઈરાન રાજદૂત, અલી ચેગેની access_time 1:35 pm IST

  • 27 ઉદ્યોગપતિઓને મળ્યા સીએમ ઉદ્ધવ ઠાકરે : કહ્યું મહારાષ્ટ્રને આગળ લાવવું છે :ઉદ્યોગપતિઓને પરેશાન થવા દઈશું નહીં : રોકાણ માટે બહેતર માહોલ બનાવશું : સમસ્યાના ઉકેલની આપી ખાતરી access_time 1:25 am IST

  • ઈરાકના બે લોકેશન ઉપર ઈરાનમાંથી બે મિસાઈલો આજે સવારે છોડવામાં આવ્યા છે : વિગતો મેળવાઈ રહી છે : ઈરાકમાં આવેલ બે અમેરિકી લશ્કરી મથકો ઉપર ઈરાને ૨ મિસાઈલો જીકયા છે : ડોનાલ્ડ ટ્રમ્પે જાહેર કર્યુ છે કે બધુ સહી સલામત છે access_time 1:02 pm IST