Gujarati News

Gujarati News

News of Wednesday, 8th January 2020

ગાંધીના ગુજરાતમાં ABVP ખુલ્લેઆમ ધમકી : પોલીસની હાજરીમાં કાર્યકરોએ હુમલો કર્યો : હાર્દિક પટેલની સટાસટી

હાર્દિક પટેલ ઈજાગ્રસ્ત નેતાઓને મળવા માટે હોસ્પિટલમાં પહોંચ્યા હતા

અમદાવાદના પાલડીમાં આવેલા ABVPના કાર્યાલય પર થયેલ ઘર્ષણમાં NSUIના કાર્યકરોને ઈજા થઈ છે. ત્યારે હવે આ મામલે કોંગ્રેસના નેતા હાર્દિક પટેલે નિવેદન આપ્યુ છે કે, ગાંધીના ગુજરાતમાં ABVP ખુલ્લેઆમ ધમકી આપે છે. પોલીસની હાજરીમાં ABVPના કાર્યકરોએ હુમલો કર્યો હતો.

  સાથે જ તેમણે જણાવ્યુ કે, કોંગ્રેસ અને NSUI હમેશા શિક્ષણની વાત કરે છે. આજે NSUIના કાર્યકરો શાંતિપૂર્ણ રીતે વિરોધ કરવા માટે પહોંચ્યા હતા. આ દરમિયાન તેમના પર તીક્ષ્‍ણ હથિયારોથી હુમલો થયો હતો. જેમાં નિખીલ સવાણી સહિતના નેતાઓને ઈજા થતા હોસ્પિટલમાં ખસેડાયા હતા. ત્યારે હાર્દિક પટેલ ઈજાગ્રસ્ત નેતાઓને મળવા માટે હોસ્પિટલમાં પહોંચ્યા હતા

(8:54 am IST)