Gujarati News

Gujarati News

News of Wednesday, 8th January 2020

રૂ. રપ હજારની લાંચના છટકામાં બનાસકાંઠા (દિયોદર) ના મામલતદાર પી.એસ. પંચાલ એસીબી છટકામાં ઝડપાયાઃ બોર્ડર એકમના મદદનીશ નિયામક કૃષ્ણકુમારસિંહ ગોહિલ ટીમને વધુ એક સફળતા

         રાજકોટ : રેતી કપચી જેવા બાંધકામ મટીરીયલની પોતાની માલિકીની ટર્બો ગાડીઓ દ્વારા સરકારી રોડ ઉપયોગના કામેા સંભાળતા એક વાહન કોન્ટ્રાકટર પાસેથી તેમની ગાડીઓ રોકી અને લાંચ ન આપે તો ગાડીઓ

ડીટેઇન કરવાની ધમકી આપવાના આરોપસરની ફરીયાદ એસીબીમાં થતા બનાસકાંઠા એસીબી પોલીસ સ્ટેશનના પીઆઇ કે.જે. પટેલએ બોર્ડર એકમ ભુજ એસીબીના મદદનીશ નિયામક કૃષ્ણકુમાર સિંહ ગોહિલના સુપરવીઝનમાં છટકું ગોઠવી મામલતદાર વતી લાંચ લેતા મામલતદારના સરકારી ડ્રાઇવર પુનાભાઇ ગાંડાભાઇ ઠાકોરે લાંચ લેતા આબાદ ઝડપાઇ ગયા હતા.  આમ બંન્ને સામે એસીબી દ્વારા ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

(8:54 am IST)