Gujarati News

Gujarati News

News of Tuesday, 8th January 2019

અમદાવાદ શહેરમાં રેસિડેન્સિયલ લોંચમાં એફોર્ડેબલ આવાસ સૌથી વધુ

મોટા ભાગના નવા લોન્ચ રૂપિયા ૫૦ લાખ નીચેના : કો-વર્કિંગ સેગમેન્ટનો અમદાવાદ ઓફિસ સેગમેન્ટમાં પ્રવેશ: નાઇટ ફ્રેન્કના સર્વેમાં રસપ્રદ વિગતો સામે આવી

અમદાવાદ,તા.૮:    દેશની જાણીતી કંપની નાઈટ ફ્રેન્ક ઈન્ડિયાએ ભારતના રિયલ એસ્ટેટની સ્થિત અને આંકડાને લઇ તેના ફ્લેગશિપ અર્ધવાર્ષિક અહેવાલની દસમી આવૃત્તિ અમદાવાદમાં રજૂ કરી હતી. જેમાં  એવી રસપ્રદ અને ચોંકાવનારી વિગતો સામે આવી હતી કે, અમદાવાદ શહેરમાં રેસીડેન્સીયલ લોન્ચીંગમાં સૌથી વધુ લોન્ચીંગ એફોર્ડેબલ આવાસોનું સૌથી વધુ નોંધાયું છે. મોટાભાગના નવા લોન્ચીંગ રૂ.૫૦ લાખની નીચેના હતા. એટલું જ નહી, ૨૦૧૮ના બીજા અર્ધવાર્ષિક લોન્ચીંગમાં કો-વર્કીંગ સેગમેન્ટમાં અમદાવાદમાં ઓફિસ સેગમેન્ટનો પ્રવેશ નોંધાયો હતો, જે હકારાત્મક નિશાની ગણી શકાય એમ અત્રે નાઇટ ફ્રેન્ક ઇન્ડિયાના અમદાવાદના નેશનલ ડાયરેક્ટર આઈએએસ અને બ્રાન્ચ ડાયરેક્ટર બલબીરસિંહ ખાલસાએ જણાવ્યું હતું. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, સંસ્થાના આ રિસર્ચ અને અભ્યાસ અંગેના અહેવાલમાં રેસીડેન્સીયલ (આઠ શહેર) અને ઓફિસ (સાત શહેર)ની બજારની કામગીરીનો જુલાઈથી ડિસેમ્બર-૨૦૧૮(૨૦૧૮નું બીજું અર્ધવાર્ષિક)ના સમયગાળા માટેનું વ્યાપક વિશ્લેષણ છે. આખું વર્ષ સુસ્ત રહ્યા પછી અમદાવાદની બજારે રેસીડેન્સીયલ બજારમાં વધારો જોવાનું શરૂ કર્યું છે, જે ૨૦૧૮માં વેચાણમાં ચાર ટકા વધ્યું છે. આ વૃદ્ધિ મોટેભાગે એફોર્ડેબલ હાઉસિંગ ક્ષેત્રમાં વેચાણથી ઉદભવી છે. આ શ્રેણીમાં મોટાભાગના લોન્ચ રૂ. ૫૦ લાખની નીચેના હતા, જેનો હિસ્સો કુલ લોન્ચમાં લગભગ ૬૦ ટકા હતો. નિવાસી ઈન્વેન્ટરી નિયંત્રણમાં હોવા સાથે અમદાવાદની બજાર ૨૦૧૯માં નવા લોન્ચમાં મોટી સુધારણા દર્શાવી રહ્યા છે. કમર્શિયલ ક્ષેત્રે પણ રોકાણકારો અને ઓક્યુપાયરોની ઉચ્ચ પ્રવૃત્તિઓને લઈ વૃદ્ધિ દર્શાવે છે. બજાર ૨૦૧૮માં હકારાત્મક સેન્ટિમેન્ટ્સ પર ચાલી હતી, જે ૨૦૧૯માં હકારાત્મક રહેશે એવી ધારણા છે.નાઇટ ફ્રેન્ક ઇન્ડિયાના ડાયરેક્ટર બલબીરસિંહ ખાલસાએ વધુમાં ઉમેર્યું કે, એફોર્ડેબલ સેગમેન્ટ રૂ. ૫૦ લાખ હેઠળ મોટાભાગના નવા લોન્ચમાં ટોપ પર વિજેતા તરીકે ઊભરી આવ્યું છે. તો, રૂ. ૫૦ લાખથી રૂ. ૭૦.૫ લાખ વચ્ચેની કિંમતનાં ઘરોનો હિસ્સો વધ્યો છે. ઓફિસ સેગમેન્ટમાં કો-વર્કિંગનું ઊભરતું ક્ષેત્ર અન્ય સેવા ક્ષેત્રનો હિસ્સો હોઈ અમદાવાદની બજારમાં પ્રવેશ કર્યો છે. રેસીડેન્સીયલ માર્કેટનું ચિત્ર જણાવતાં તેમણે વધુમાં ઉમેર્યું કે, ૨૦૧૮ના બીજા અર્ધવાર્ષિકમાં લોન્ચમાં આંશિક ઘટાડો અને નવા લોન્ચ વર્ષ દર બે ટકાથી ઓછા થયા છે. જો કે, ૨૦૧૮ના પ્રથમ અર્ધવાર્ષિકની તુલનામાં લોન્ચમાં ૧૧૫ ટકાનો વધારો નોંધાયો છે. અમદાવાદમાં રેસીડેન્સીયલ માર્કેટમાં કિંમતો એકંદરે સ્થિર રહી છે. નવા કમ્પ્લીશન્સ ૨૦૧૮ના બીજા અર્ધવાર્ષિકમાં વર્ષ દર ૨૧૬ ટકા વધ્યા છે. જોકે બજારમાં પ્રવેશ કરતું પુરવઠાનું વોલ્યુમ ૨૦૧૭ના પ્રથમ અર્ધવાર્ષિકની લગભગ સમકક્ષ હતું. ૨૦૧૮ના બીજા અર્ધવાર્ષિકમાં વર્ષ દર લેણદેણ ૭૪ ટકા વધી છે. જો કે, ૨૦૧૮માં લેણદેણ ૨૦૧૭ની તુલનામાં ૨૯ ટકા નીચે આવી છે, જે મોટે ભાગે ૨૦૧૭ના પ્રથમ અર્ધવાર્ષિકમાં નવો વિક્રમ જોવા મળ્યો છે. સીબીડી વેસ્ટ મુખ્ય ઓફિસ બજાર તરીકે ઊભરી આવી છે, કારણ કે, ૨૦૧૮ના બીજા અર્ધવાર્ષિકમાં લેણદેણ કરેલી જગ્યામાં તેનો હિસ્સો ૮૩ ટકા હતો. ૨૦૧૭ના બીજા અર્ધવાર્ષિકમાં અન્ય સેવાઓનો હિસ્સો નોંધનીય રીતે વધ્યો છે. શિક્ષણ અવકાશ (૪૫ ટકા)માં કામ કરતી કંપનીઓ પછી કો-વર્કિંગ અવકાશ (૧૪ ટકા) અન્ય સેવાઓના ક્ષેત્રમાં મુખ્ય પ્રેરકો હતા.

(10:24 pm IST)