Gujarati News

Gujarati News

News of Tuesday, 8th January 2019

વડોદરાના છાણી વિસ્તારમાં ચપ્પલના ગોડાઉનમાં આગ ભભૂકતા અફડાતફડી: આસપાસના લોકોને હાલાકીનો સામનો કરવાની નોબત આવી

વડોદરા:ના છાણી TP13 વિસ્તારના એક ગોડાઉનમાં આજે વહેલી સવારે લાગેલી ભીષણ આગને કારણે લાખોનો નુકસાન થયુ છે.છાણી TP13 પાસે ટાંકી નજીક આવેલા શ્રી સિદ્ધિવિનાયક કોર્પોરેશન નામના બુટ ચંપલ ના ગોડાઉનમાં આજે વહેલી સવારે લાગેલી આગનું કારણ જાણવા મળ્યું નથી પરંતુ તાપણું કરતા કે પછી શોર્ટસર્કિટને કારણે આગ લાગી હોવાનું મનાઇ રહ્યું છે.આગનું તાંડવ એટલું ભયાનક હતું કે અંદાજે 20 હજાર ફૂટ એરીયા પૈકીના અડધા વિસ્તારમાં મુકેલો બૂટ ચંપલનો જતો ભસ્મીભૂત થઈ ગયો હતો. ગોડાઉનનો શેડ તૂટી પડ્યો હતો અને રબર શકવાને કારણે આસપાસના વિસ્તારમાં ભારે દુર્ગંધ ફેલાઈ હતી.

 

(5:09 pm IST)