Gujarati News

Gujarati News

News of Tuesday, 8th January 2019

વ્યારામાં સેવા પ્રવૃત્તિની આડમાં અસામાજિક તત્વોનો આતંક: મેથીપાક ચખાડવા સમાજના લોકોએ આક્રોશ રેલી કાઢી

વ્યારા:માં સેવા પ્રવૃતિની આડમાં અસામાજિક પ્રવૃતિ કરતા શખ્સને સબક શીખવવા સોની સમાજ સહિત અન્ય સમાજનાં લોકોએ જનઆક્રોેશ રેલી યોજી કલેકટરને આવેદન પત્ર આપી તેની સામે કાર્યવાહી કરવાની માંગ કરી છે.

વ્યારાના વેગી ફળીયામાં રહેતો અને સામાજીક સેવા પ્રવૃત્તિની આડમાં ગુનાહિત પ્રવૃતિ કરતા રાજુ અમૃતભાઈ જાદવ ઉર્ફે રાજુ ગધેડાવાળા સામે ભૂતકાળમાં જમીન પર દબાણ, દારૂ જુગારનાં ધંધા, મારામારી વગેરેનાં ગુના નોંધાયા હતા. હાલમાં શહેર ભાજપ પ્રમુખ સંજ્ય સોનીના પુત્ર સિધ્ધુ સોની પર એક યુવકને પટ્ટાથી માર મારવાનો ગુનો  પોલીસ મથકે નોંધાયો હતો. જે ષડયંત્રનાં ભાગરૂપે રાજુ ગધેડાવાળાએ કરાવ્યુ હોવાનું મનાય છે

 

 

(5:08 pm IST)