Gujarati News

Gujarati News

News of Tuesday, 8th January 2019

સુરતમાં ગેરસમજ રાખી યુવકનું અપહરણ કરી ચપ્પુથી જીવલેણ હુમલો

સુરત:યુ-ટયુબ જીગલી અને ખજુર નામે ચાલતી કોમેડી સિરિઝના સુરતના કલાકાર જીગરના જન્મ દિવસની પાલ-અડાજણ રોડના ગૌરવપથ પર ઉજવણી કર્યા બાદ સાથી કલાકારને મુકવા જતા રસ્તામાં થયેલી ગેરસમજમાં યુવાનોએ બન્નેનું અપહરણ કરીને જીગરને ચપ્પુના ઘા મારી દેવાયો હતો

પોલીસ સુત્રોના જણાવ્યા મુજબ યુ-ટયુબ પર જીગલી અને ખજુરના નામે કોમેડી કલીપ ચાલે છે. કલીપના કલાકાર જીગર શાંતિલાલ શેલડીયા (રહે.ભકિત એપાર્ટમેન્ટ ખોડીયાર નગર વરાછા) નો રવિવારે જન્મ દિવસ હતો. આથી જીગર અને સાથી કલાકારો ધુ્રમીલ અને દર્શક અને નિકીતા પાલ ગૌરવપથ પર ભેગા થઇને જીગરનો જન્મદિવસ મનાવીને છુટા પડયાહતાજીગર નિકીતાને મુકવા માટે પાલનપુર જકાતનાકા પાસે આવેલા તેના નિવાસ સ્થાને જતો હતો. તે વખતે રસ્તામાં એક બાઇક ચાલકે નિકીતાની મોપેડને ટક્કર મારતા જીગરે બુમ પાડી હતીબાઇક ચાલક તો ભાગી છુટયો હતો. પરંતુ ગોરવપથ પર અડ્ડો જમાવીને બેસી રહેતા વિનાયક સંજય ગોહિલ (રહે.શિવછાયા એપાર્ટમેન્ટ પાલનપુર પાટીયા) હિતેશ રમણ ગણાવા (રહે.એમએમસી આવાસ સંત તુકારામ સો.પા.પા) બન્નેને એવુ લાગ્યુ કે જીગર તેમને ગાળો આપી રહયો છે. અડાજણ પોલીસ સ્ટેશનમાં અપહરણની ફરિયાદ નોંધાતા પોલીસે વિનાયક અને હિતેશ બન્નેની અટક કરી હતી.

 

(5:06 pm IST)