Gujarati News

Gujarati News

News of Tuesday, 8th January 2019

અમદાવાદના ખાડીયાના પી,આઈ,એન,એન પારગીને સસ્પેન્ડ કરાયા

સ્ટેટ મોનીટરીંગ સેલના જુગાર દરોડા બાદ ડીજીપીની કડક કાર્યવાહી

અમદાવાદ:તાજેતરમાં સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા અમદાવાદના ખાડીયા પોલીસ સ્ટેશનની હદમાં આવેલ રાયપુરની હજીરાની પોળ ખાતે ચાલી રહેલ જુગારધામ ઉપર રેઇડ કરીને કુલ ૩ લાખથી પણ વધુની રોકડ રકમ સાથે મોટી સંખ્યામાં જુગાર રમી રહેલા આરોપીઓની ધરપકડ કરાઈ હતી આવા મોટા જુગારધામ પકડાવાની બાબતેને ડી.જી.પી,શિવાનંદ ઝા દ્વારા ગંભીર ગણવામાં આવેલ છે. આવી પ્રવૃત્તિ અંગે બાતમી મેળવવામાં અને પ્રવૃત્તિ ડામવામાં નિષ્ફળ રહેલ સ્થાનીક પોલીસ સ્ટેશનના અધિકારી વિરુધ્ધ કડક કાર્યવાહી કરતા ખાડીયા પોલીસ સ્ટેશનના પી.આઇ. એન. એન. પારગીને તાત્કાલીક અસરથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

(12:33 pm IST)