Gujarati News

Gujarati News

News of Tuesday, 8th January 2019

પાલનપુર :યુવતીનો પીછો કરીને પજવણી કરનારને ઠપકો આપતા ધોકા- ગડદાપાટુ માર્યા : જાનથી મારી નાખવા ધમકી :પાંચ યુવાકો સામે ફરિયાદ

અમદાવાદ હાઇવે પર યુવતીનો પીછો કરી તેની પજવણી કરતા રોમિયોની શોધખોળ

 

પાલનપુરના અમદાવાદ હાઇવે પર સધી માતાના મંદિર પાસે એક યુવતીનો પીછો કરી તેની પજવણી કરતા રોમિયોને યુવતીના પરિવારજનોએ ફોન પર ઠપકો આપતા જેની અદાવત રાખી યુવતીના પરિવારજનોને ધોકા અને ગડદાપાટુનો માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપનાર પાંચ યુવકો સામે ફરિયાદ નોંધાઇ છે.

   અંગેની વિગત મુજબ પાલનપુરના અમદાવાદ હાઇવે પર અક્ષતમ- માં રહેતી એક યુવતીનો પીછો કરી તેની પજવણી કરતા હિતેશ રમેશભાઈ પટેલ (રહે.જુના લક્ષ્મીપુરા) નામના યુવકને યુવતીના પરિવારજનો ફોન પર ઠપકો આપ્યો હતો. જેની અદાવત રાખી તે યુવક સહિતના પાંચ શખ્સોએ ફરિયાદીને ધોકા અને ગડદાપાટુંનો માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. અંગે ફરિયાદીની ફરિયાદને આધારે પાલનપુર શહેર પશ્ચિમ પોલીસે લોકો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

(9:53 pm IST)