Gujarati News

Gujarati News

News of Tuesday, 8th January 2019

વડોદરાના કેલનપુર ગામમાં એક યુવતીનો ઘરમાંથી શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળ્યો

ચશ્માંની ફેકટરીમાં નોકરી કરીને ગુજરાન ચલાવતી જસુમતી મૃતહાલતમાં મળતા ચકચાર

 

વડોદરા:વરણામાં પોલીસ મથકની હદના કેલનપુર ગામના રેલવે સ્ટેશન સામેની ઝુપડપટ્ટીમાં રહેતી એક યુવતીનો ઘરમાંથી શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળી આવતા ચકચાર મચી જવા પામી છે  ઝૂંપડપટ્ટીમાં રહેતી જસુમતી જયંતીભાઇ તડવી (.. આશરે ૨૧ ) જે ચશ્માની ફેક્ટરીમાં નોકરી કરી પોતાનું ગુજરાન ચલાવતી હતી. યુવતી ગતરાત્રી દરમિયાન પોતાના ઘરમાં એકલી સૂતી હતી. સવારમાં જશુમતીની માસીની દીકરીએ ઘરનો દરવાજો ખોલીને જોતા જશુમતી મૃત હાલતમાં પડેલી જોવા મળી હતી

  જશુમતીના મોતની જાણ થતાં આસપાસના રહીશો દોડી આવી આવ્યા હતા. ઘટનાની જાણ પોલીસને કરતા વરણામાં પોલીસ મથકના પોલીસ સબ ઇન્સ્પેક્ટર જયદિપસિંહ સરવૈયાએ પોલીસ કાફલા સાથે ઘટના સ્થળે દોડી આવી તપાસ શરૂ કરી હતી.

  પોલીસે શંકાસ્પદ હાલતમાં મળી આવેલા યુવતીના મૃતદેહનો કબજો મેળવી પી.એમ.અર્થે પોર સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડ્યો હતો. ઘટનાની જાણ થતાં વડોદરા જિલ્લા એસ.પી.તરુણ દુગ્ગલ વડોદરા જિલ્લા .એસ.પી. રવિન્દ્ર પટેલ વડોદરા જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચ એસ..જી. તથા ડોગ સ્ક્વોડ પણ ઘટનાસ્થળે દોડી આવીને તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો.

(8:42 am IST)