Gujarati News

Gujarati News

News of Tuesday, 8th January 2019

ગામના યુવકોનું સગપણ થતું નથી :કચરાના ઢગલામાં આખું ગામ ઢંકાયું :વાપીના નામધા ગામના લોકોનું દર્દ

ડમ્પિંગ સાઈટને કારણે અતિશય દુર્ગંધ :અન્યત્ર ખસેડવા માંગ ;કલેક્ટરને આવેદન પાઠવી વ્યથા ઠાલવી

 

વાપીમાં નામધા ગામ પાસેની ડમ્પીંગ સાઈટને કારણે સ્થાનિક લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહયો છે  કચરાના ઢગલા વચ્ચે આખુ ગામ ઠંકાઈ ગયું હોય તેવી સ્થિતી નિર્માણ પામી હોવાનું દર્દ વ્યક્ત કરતા લોકો   ગામમાં અતિશય દુર્ગંધ પણ ફેલાતી હોવાથી પણ પરેશાન છે અને રોગચાળો ફેલાઈ રહ્યો છે. પ્રદુષણને કારણે ખેતીને પણ અસર થઈ છે.

  બીજીતરફ  ડમ્પીંગ સાઈટને કારણે નામધા ગામના યુવકોનું સગપણ થતું હોવાની ફરિયાદ ઉઠી છે. ત્યારે ડમ્પીંગ સાઈટને અન્યત્ર ખસેડવાની માગ પ્રબળ બની છે. સ્થાનિકોએ કલેક્ટરને આવેદનપત્ર આપીને આપીને મામલે રજૂઆત કરીને પોતાની વ્યથા ઠાલવી.

(12:52 am IST)