Gujarati News

Gujarati News

News of Tuesday, 8th January 2019

LRD ના પરીક્ષાર્થીઓને લઈ જતી ST બસનો ડ્રાઇવર પીધેલી હાલતમાં ઝડપાયો

મોડાસા-ગાંધીનગરની ST બસમાં ડ્રાઈવરની દારૂ પીધેલી હાલતમાં જણાતા પરીક્ષાર્થીઓએ બસને અટકાવીને ડ્રાઈવરને પોલીસને હવાલે કર્યો

અમદાવાદ: સમગ્ર ગુજરાતના 2440 પરીક્ષા કેન્દ્રો પરથી લોક રક્ષક દળની પરીક્ષા યોજાઈ હતી આ માટે એસ.ટી. તંત્ર દ્વારા પરીક્ષાર્થીઓને જે-તે શહેરમાં પહોંચાડવા માટે ખાસ વધારાની બસો ફાળવવામાં આવી હતી. આ દરમિયાન અરવલ્લી જિલ્લામાં પરીક્ષાર્થીઓને લઈને જતી એક એસ.ટી.બસનો ડ્રાઇવર દારૂ પીધેલી હાલતમાં ઝડપાયો હતો. જે અંગે પરીક્ષાર્થીઓએ બસને અટકાવીને ડ્રાઈવરને પોલીસને હવાલે કર્યો હતો.

 એલઆરડીની પરીક્ષા આપવા માટે મોડાસાથી ગાંધીનગર જતાં 50 થી વધુ ઉમેદવારો વહેલી સવારે મોડાસા-ગાંધીનગરની ST બસમાં બેઠાં હતા. આ મોડાસા-ગાંધીનગર એસટી બસમાં બેઠયા બાદ ધનસુરા નજીક એલઆરડીના ઉમેદવારોને બસનો ડ્રાઈવરની દારૂ પીધેલી હાલતમાં જણાયો હતો. આથી બસમાં સવાર ઉમેદવારોએ હંગામો મચાવ્યો હતો

 . આ મામલે એલઆરડીની પરીક્ષા આપવા જઈ રહેલા પરીક્ષાર્થીઓએ મોડાસા ડેપો મેનેજરને તેમજ પોલીસને જાણી કરી હતી. જેથી પોલીસ ઘટનાસ્થળે આવી જતાં મુસાફરોએ બસના ડ્રાઇવરને પોલીસને સોંપ્યો હતો. દારૂના નશામાં બસ ચલાવીને બસના ડ્રાઇવર 50થી વધારે ઉમેદવારોના જીવ જોખમમાં મૂક્યા હતા.

 બસમાં એલઆરડીની પરીક્ષા આપવા જઈ રહેલા પરીક્ષાર્થીઓને બસનો ડ્રાઈવર દારૂ પીધેલી હાલતમાં જણાતા તેમણે મોડાસા એસટી ડેપો મેનેજરને તેમજ પોલીસને જાણ કરી હતી. જે અંગે પોલીસ આવી પહોંચતા મુસાફરોએ એસટી બસના ડ્રાઈવર લાલસિંહ જાડેજાને પોલીસને સોંપ્યો હતો. પોલીસ પૂછપરછ દરમિયાન ST ડ્રાઈવરે નફ્ફટાઈથી પોલીસને જણાવ્યું હતું કે, 'હા, મેં થોડું પીધું છે.'

(6:02 pm IST)