Gujarati News

Gujarati News

News of Thursday, 7th December 2023

અમદાવાદના એલિસબ્રીજ પોલીસ સ્ટેશનના ASI 25 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયા

ભાગીદાર સાથે પૈસાની લેતીદેતીમાં થયેલ બોલાચાલીમાં સમાધાન કરાવી લાંચની માંગણી કરી હતી

 અમદાવાદ એલિસબ્રીજ પોલીસ સ્ટેશનના એ. એસ. આઈ , મહિપતસિંહ તખ્તસિંહ બારડ ટેલોન હોમ એપ્લાંસિસ , ઉજાલા ચોકડી પાસે, સરખેજ બાવળા રોડ , સરખેજ ખાતે 25 હજારની લાંચ લેતા ઝડપાયા છે 

ફરીયાદીને તેમના ભાગીદાર સાથે પૈસાની લેતીદેતી બાબતે બોલાચાલી થયેલ હોય તેમના ભાગીદાર વિરુદ્ધમાં એલિસબ્રીજ પોલીસ સ્ટેશન ખાતે અરજી આપેલ હતી અને તે અરજીના કામે હાલ ના આરોપી એ બંને પક્ષો નું સમાધાન કરાવી ફરિયાદીના ભાગીદાર પાસેથી બાકી લેવાના થતાં પૈસા ના બે ચેક અપાવેલ હતા આમ બંને પક્ષો ને સમાધાન કરાવી ફરિયાદી પાસેથી શરૂઆત માં ૨૦ % લેખે લાંચની રકમની માંગણી કરેલ હતી અને રકઝક ના અંતે ૨૫૦૦૦/- રૂપિયા આપવાનું નક્કી થયેલ હતું.
 પરંતુ ફરીયાદી લાંચ ની રકમ આપવા માંગતા ના હોઇ એ.સી.બી નો સંપર્ક કરતાં , ફરીયાદી ની ફરીયાદ આધારે લાચનું છટકું ગોઠવવા માં આવેલ , અને લાંચ ના છટકા દરમિયાન આરોપી  લાંચ ની રકમ માંગી સ્વીકારી પકડાઈ ગયા હતા 

  આ કામમાં ટ્રેપીંગ ઓફીસર  ડી બી મહેતા પો.ઇન્સ. એ.સી.બી.ફિલ્ડ ૩ ( ઇન્ટ.)અમદાવાદ.,મદદ માં એસ. એન. બારોટ,પો. ઇન્સ.એ. સી. બી. ફિલ્ડ ૩ (ઇન્ટ.)અમદાવાદ જયારે  સુપરવિઝન ઓફીસર કે.બી.ચુડાસમા,ઇન્ચાર્જ મદદનીશ નિયામક,એ.સી.બી. ફિલ્ડ ૩ (ઇન્ટ.)અમદાવાદ હતા 

 

(11:22 pm IST)