Gujarati News

Gujarati News

News of Thursday, 7th December 2023

સુરતમાં ડાયમંડ બુર્સનું નરેન્‍દ્રભાઇ મોદીના હસ્‍તે ૧૭મીએ લોકાર્પણ

વિશ્વના સૌથી મોટા ડાયમંડ તેમજ જ્‍વેલરી વ્‍યાપારના હબ ગણાતા... : મુખ્‍યમંત્રી ભુપેન્‍દ્રભાઈ પટેલ, ઉત્તર પ્રદેશના રાજયપાલ અને ગુજરાતના પૂર્વ મુખ્‍યમંત્રી આનંદીબેન પટેલ, કેન્‍દ્રના નાણામંત્રીᅠનિર્મલા સીતારામનᅠ નાગરિક ઉડયન મંત્રી જયોતિરાદિત્‍ય સિંધિયા, આરોગ્‍ય મંત્રી મનસુખભાઈ માંડવીયા, પશુપાલન અને ડેરી વિભાગના મંત્રી પરષોત્તમભાઈ રૂપાલા,રેલવે અને ટેક્‍સટાઇલ મંત્રી શ્રીમતી : દર્શનાબેન જરદોશ, પ્રદેશ ભાજપ અધ્‍યક્ષ સી.આર.પાટીલ, સુરતના મેયર દક્ષેશભાઈ માવાણી સહિત રાજયના મંત્રીઓ,ᅠ પ્રદેશ ભાજપના હોદ્દેદારો ઉપસ્‍થિત રહેશે

(વિજય વસાણી દ્વારા) આટકોટ તા.૭ : વિશ્વના સૌથી મોટા ડાયમંડ તેમજ જવેલરી વ્‍યાપારના હબ ગણાતા સુરત ખાતે નિર્માણ પામેલ સુરત ડાયમંડ બુર્સનું આગામી તા. ૧૭ ના રોજ વડાપ્રધાન નરેન્‍દ્રભાઈ મોદીના હસ્‍તે લોકાર્પણ થશે.

આધુનિક ભારતના સ્‍વપ્‍ન દ્રષ્ટા અને દેશનાવડાપ્રધાન નરેન્‍દ્ર ભાઈ મોદીના આત્‍મ નિર્ભર ભારતના સ્‍વપ્‍નને સાકાર કરતું સુરત ડાયમંડ બુર્સ સહકારીતાની ઉત્‍કૃષ્ટ ભાવનાને કેન્‍દ્રમાં રાખી આંતરરાષ્ટ્રીય ઉદ્યોગ જગતમાં ભારતનું આગવું સ્‍થાન અંકિત કરનાર ડાયમંડ તેમજ જવેલરીના વેપારને ખૂબ જ આગળ વધારશે.

આગામી તારીખ ૧૭ ના રોજ સવારે ૯ કલાકે યોજનારા આ કાર્યક્રમમાં રાજયના મુખ્‍યમંત્રી ભુપેન્‍દ્રભાઈ પટેલ, ઉત્તર પ્રદેશના રાજયપાલ અને ગુજરાતના પૂર્વ મુખ્‍યમંત્રી આનંદીબેન પટેલ, કેન્‍દ્રના નાણામંત્રી શ્રીમતી નિર્મલા સીતારામન નાગરિક ઉડીયન મંત્રી જયોતિરાદિત્‍ય સિંધિયા, આરોગ્‍ય મંત્રી મનસુખભાઈ માંડવીયા, પશુપાલન અને ડેરી વિભાગના મંત્રી પરષોત્તમભાઈ રૂપાલા,રેલવે અને ટેક્‍સટાઇલ મંત્રી દર્શનાબેન જરદોશ, પ્રદેશ ભાજપ અધ્‍યક્ષ સી.આર.પાટીલ, સુરતના મેયર દક્ષેશભાઈ માવાણી સહિત રાજયના મંત્રીશ્રીઓ પ્રદેશ ભાજપના હોદ્દેદારો ઉપસ્‍થિત રહેશે.

ડ્રીમ સીટી, ખજોદ, સુરત ખાતે યોજાનાર આ ભવ્‍યાતિભવ્‍યકાર્યક્રમને સફળ બનાવવા સુરત ડાયમંડ બુર્સ નિર્માણ કમિટીના ચેરમેન કિરણ જેમ્‍સ વાળા વલ્લભભાઈ લખાણી, ડાયમંડ બુર્સ નિર્માણ કમિટીના સભ્‍યો સહિત સુરત ભાજપ દ્વારા જહેમત ઉઠાવવામાં આવી રહી છે.(૨૧.૨૬)

વિશ્વના ૧૦૦માંથી લગભગ ૯૦ પ્રકારના ડાયમંડને આકાર અને ચમક આપતા સુરતમા વિશ્વના સૌથી મોટી ઓફિસ - બિલ્‍ડીંગ ધરાવતા સુરત ડાયમંડ બુર્સની અનેક વિશેષતાઓ

(વિજય વસાણી દ્વારા)આટકોટ તા.૭ : વિશ્વના ૧૦૦ માંથી લગભગ ૯૦ પ્રકારના ડાયમંડને આકાર અને ચમક આપતા સુરત શહેરમાં વિશ્વના સૌથી મોટું ઓફિસ બિલ્‍ડીંગ ધરાવતું સુરત ડાયમંડ બુર્સ સાકાર થયું છે આ ડાયમંડ બુર્સમા અનેક વિશેષતાઓ છે.

*  આંતરરાષ્ટ્રીય ડાયમંડ તથા જવેલરીના વેપારનુ સૌથી મોટું અને આધુનિક કેન્‍દ્ર

*  વિશ્વના લગભગ તમામ દેશોના વેપારીઓ રફ ડાયમંડ, પોલીસ ડાયમંડ અને જવેલરીના વેપાર માટે અહીં આવશે.

*  દોઢ લાખથી વધારે લોકોને ડાયમંડ બુર્સના નિર્માણથી રોજગારી મળશે.

*  ઈમ્‍પોર્ટ એક્‍સપોર્ટ માટે સ્‍ટેટ ઓફ આર્ટ કસ્‍ટમ ક્‍લિયરન્‍સ હાઉસ.

*  આંતરરાષ્ટ્રીય બેન્‍કિંગ સુવિધાઓ તેમજ સેફ વોલ્‍ટની વ્‍યવસ્‍થા.

*  જવેલરીના રિટેલ બિઝનેસ માટે જવેલરી મોલ.

*  ડાયમંડ બુર્સ સાથે મેટ્રો ટ્રેનની કનેક્‍ટિવિટી હોવાથી ફુશ્વફર્ૂીળ સિટીમાં આવતા તમામ લોકોને આવવા જવા માટે સુવિધા પ્રાપ્ત થશે.

*  ૧,૪૭,૮૨૦ સ્‍ક્‍વેર મીટર જગ્‍યામાં બનેલું છે અને ૬૮ લાખ સ્‍ક્‍વેર ફૂટથી વધારે બાંધકામ.

*  ૪ હજારથી વધુ સી.સી.ટી.વી. કેમેરા.

*  ટચ લેસ, કાર્ડ લેસ ટેકનોલોજી સાથેની એક્‍સેસ કંટ્રોલ સિસ્‍ટમ.

*  રેડિયન્‍ટ કુલિંગ સિસ્‍ટમ અને હાઈ ટેક સોલાર જનરેશન સાથે પ્‍લેટીનમ રેટેડ ગ્રીન બિલ્‍ડીંગ.

વિશ્વના 100 માંથી લગભગ 90 પ્રકારના ડાયમંડને આકાર અને ચમક આપતા સુરતમા વિશ્વના સૌથી મોટી ઓફિસ -  બિલ્ડીંગ ધરાવતા સુરત ડાયમંડ બુર્સની અનેક વિશેષતાઓ

(વિજય વસાણી દ્વારા)આટકોટ તા.7

વિશ્વના 100 માંથી લગભગ 90 પ્રકારના ડાયમંડને આકાર અને ચમક આપતા સુરત શહેરમાં વિશ્વના સૌથી મોટું ઓફિસ બિલ્ડીંગ ધરાવતું સુરત ડાયમંડ બુર્સ સાકાર થયું છે આ ડાયમંડ બુર્સમા અનેક વિશેષતાઓ છે જેમા 

* આંતરરાષ્ટ્રીય ડાયમંડ તથા જ્વેલરીના વેપારનુ સૌથી મોટું અને આધુનિક કેન્દ્ર

* વિશ્વના લગભગ તમામ દેશોના વેપારીઓ રફ ડાયમંડ,પોલીસ ડાયમંડ અને જ્વેલરી ના વેપાર માટે અહીં આવશે.

* દોઢ લાખથી વધારે લોકોને ડાયમંડ બુર્સના નિર્માણથી રોજગારી મળશે.

* ઈમ્પોર્ટ એક્સપોર્ટ માટે સ્ટેટ ઓફ આર્ટ કસ્ટમ ક્લિયરન્સ હાઉસ.

* આંતરરાષ્ટ્રીય બેન્કિંગ સુવિધાઓ તેમજ સેફ વોલ્ટ ની વ્યવસ્થા.

* જ્વેલરીના રિટેલ બિઝનેસ માટે જ્વેલરી મોલ.

* ડાયમંડ બુર્સ સાથે મેટ્રો ટ્રેનની કનેક્ટિવિટી હોવાથી dream સિટીમાં આવતા તમામ લોકોને આવવા જવા માટે સુવિધા પ્રાપ્ત થશે.

*1,47,820 સ્ક્વેર મીટર જગ્યામાં બનેલું છે અને 68 લાખ સ્ક્વેર ફૂટ થી વધારે બાંધકામ. 

*4 હજારથી વધુ સી.સી.ટી.વી. કેમેરા.

* ટચ લેસ, કાર્ડ લેસ ટેકનોલોજી સાથેની એક્સેસ કંટ્રોલ સિસ્ટમ.

* રેડિયન્ટ કુલિંગ સિસ્ટમ અને હાઈ ટેક સોલાર જનરેશન સાથે પ્લેટીનમ રેટેડ ગ્રીન બિલ્ડીંગ.

 

(4:32 pm IST)