Gujarati News

Gujarati News

News of Thursday, 7th December 2023

ગુજરાત સેન્‍ટ્રલ યુનિવર્સિટીમાં કાલે દિક્ષાંત સમારંભઃ ૩૩ર વિદ્યાર્થીઓને પદવી અપાશે

(અશ્વિન વ્‍યાસ દ્વારા) ગાંધીનગર તા. ૭ :.. ગુજરાત સેન્‍ટ્રલ યુનિવર્સિટીમાં ૮ ડીસેમ્‍બરે યોજાનાર પાંચમા દીક્ષાંત સમારોહમાં ૩૩ર વિદ્યાર્થીઓને ડીગ્રી એનાયત કરવામાં આવશે. જેમાં વિવિધ ફેકલ્‍ટીના વિદ્યાર્થીઓ અને ટોપર્સને આ ડીગ્રી આપવામાં આવશે. સેકટર-ર૯ સ્‍થિત સીયુજી કેમ્‍પસ ખાતે પત્રકાર પરિષદને સંબોધતા કુલપતિ પ્રો. રમાશંકર દૂબેએ આ માહિતી આપી હતી.

તેમણે કહયું કે આ કોન્‍વોકેશનમાં અંડર ગ્રેજયુએટ, અનુસ્‍નાતક, એમફિલ અને પીએચડી સહિતના તમામ અભ્‍યાસક્રમોના વિદ્યાર્થીઓ ભાગ લેશે.

દીક્ષાંત સમારોહમાં ૩ર સ્‍નાતક વિદ્યાર્થીઓ ર૩૭ અનુસ્‍નાતક વિદ્યાર્થીઓ, ૧૬ એમફીલ વિદ્યાર્થીઓ અને ૪૭ પીએચડી સ્‍કોલરને ડીગ્રી આપવામાં આવશે.

શુક્રવારે ૮ ડીસેમ્‍બરે યોજાનાર યુનિવર્સિટીનો પાંચમો દીક્ષાંત સમારોહ યુનિવર્સિટી કેમ્‍પસમાં જ આયોજિત કરવામાં આવશે. દીક્ષાંત સમારોહમાં મુખ્‍ય અતિથી તરીકે જવાહર લાલ નહેરુ યુનિવર્સિટીના કુલપતિ પ્રો. શાંતિશ્રી ધુલીપુડી પંડિત દ્વારા ડીગ્રી આપવામાં આવશે. સમારોહની અધ્‍યક્ષતા યુનિવર્સિટીના કુલાધિપતિ ડો. હસમુખ અઢીયા કરશે. શ્રેષ્‍ઠ પરિણામ મેળવનાર ર૧ વિદ્યાર્થીઓને સીયુજી મેડલ આપવામાં આવશે. ઉલ્લેખનીય છે કે સમારોહમાં વિવિધ વિષયોમાં શ્રેષ્‍ઠ પરિણામ મેળવનાર વિદ્યાર્થીઓને સીયુજી મેડલથી સન્‍માનિત કરવામાં આવશે. આ સાથે સીયુજી મેડલ તેમજ શ્રીમતી વિદ્યા દેવી અગ્રવાલ, શ્રીમતી શાંતા કરિસિધપ્‍પા અને કવિશ્રી પિનાકિન ઠાકોર દ્વારા પ્રાયોજિત ગોલ્‍ડ મેડલ અર્થશાષા પુસ્‍તકાલય અને માહિતી વિજ્ઞાન અને પોસ્‍ટના ગુજરાતી વિષયમાં સૌથી વધુ ગુણ મેળવનાર વિદ્યાર્થીઓને આપવામાં આવશે. તેમણે જણાવ્‍યું અનુક્રમે સમારંભમાં બીએ ચાઇનીઝમાં ૯ વિદ્યાર્થીઓને, ૧૦ને જર્મન સ્‍ટડીઝમાં અને ૧૩ વિદ્યાર્થીઓને સામાજિક વ્‍યવસ્‍થાપનમાં પ વર્ષના ઇન્‍ટિેગ્રેટેડ ડીગ્રી કોર્સમાં  ડીગ્રી એનાયત કરવામાં આવશે. જયારે પોસ્‍ટ ગ્રેજયુએશનમાં ૧૮ વિષયના કુલ ર૩૭ વિદ્યાર્થીઓને ડીગ્રી આપવામાં આવશે.

(1:06 pm IST)