Gujarati News

Gujarati News

News of Wednesday, 7th December 2022

૧૦ વર્ષ જૂના આધાર કાર્ડને અપડેટ કરવા પડશે, ૫૦ રૂપિયા ખર્ચ થશે

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : છેલ્લા ૧૦ વર્ષથી આધાર કાર્ડ ઓળખના પુરાવા તરીકે સૌથી વ્યાપક રીતે ઉભરી આવેલ છે. વિવિધ સરકારી સેવાઓનો લાભ લેવા માટે આધાર કાર્ડ એક અનિવાર્ય દસ્તાવેજ છે.તાજેતરમાં યુનિક આઇડેન્ટીફિકેશન ઓથોરીટી ઓફ ઇન્ડીયા (યુ.આઇ.ડી.એ.આઇ) ભારત સરકારની તા.૧૯/૦૯/૨૦૨૨ ની કચેરી યાદીથી જે રહેવાસીઓએ ૧૦ વર્ષથી વધુ સમયર પહેલા આધાર કાર્ડ કઢાવ્યું હોય અને તેટલા સમયગાળા દરમિયાન કોઇ આધાર કાર્ડ અપડેશન કરવામાં આવેલ ન હોય, તેવા રહેવાસીઓએ સરકારી સેવાઓનો અવિરત લાભ લેવા માટે નિયત કરેલ દસ્તાવેજો સાથે આધાર કાર્ડ અપડેટ કરવા જણાવેલ છે તથા તે માટે સરકાર ધ્વારા રૂા. ૫૦ (અંકે રૂપિયા પચાસ પુરા) નો દર નક્કી કરવામાં આવેલ છે. આ અંગે નર્મદા જિલ્લામાં આવેલા નજીકના આધાર નોંધણી કેન્દ્રનો સંપર્ક કરવાનો રહેશે, તેમ જિલ્લા નોડલ ઓફિસર (યુઆઇડી) અને નિવાસી અધિક કલેક્ટર નર્મદા-રાજપીપલાની એક અખબારી યાદીમાં જણાવાયું છે.

(10:14 pm IST)