Gujarati News

Gujarati News

News of Wednesday, 7th December 2022

ખેડાના કોંગ્રેસ ઉમેદવાર કાંતિ પરમારે ડાકોર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી

 અજાણ્યા મોબાઈલ નંબર પરથી ધમકી આપી હોવાની ફરિયાદ નોંધાઈ: કાંતિ પરમારે કહ્યું કે હું જીતવાનો છું એટલે વિરોધીઓ વાતાવરણ બગાડવા ઇચ્છે છે

અમદાવાદ : ગુજરાત વિધાનસભાની ચૂંટણીનું બંને તબક્કાનું મતદાન પૂર્ણ થયું છે અને આવતીકાલે મતગણતરી શરૂ થનાર છે તેવામાં ખેડાના કોંગ્રેસ ઉમેદવાર કાંતિ પરમારે ડાકોર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. અજાણ્યા મોબાઈલ નંબર પરથી ધમકી આપી હોવાની ફરિયાદ નોંધાઈ છે. કાંતિ પરમારે કહ્યું કે હું જીતવાનો છું એટલે વિરોધીઓ વાતાવરણ બગાડવા ઇચ્છે છે

(9:03 pm IST)