Gujarati News

Gujarati News

News of Saturday, 7th December 2019

ગુજરાતને રાહત : કાલે 'પવન' વાવાઝોડુ સોમાલિયાના કિનારે ટકરાઈ નબળુ પડશે

માલદીવના દરિયા કિનારા નજીક લો પ્રેશર સક્રિય: તેની અસર પર હવામાન વિભાગની નજર

 

અમદાવાદ : ગુજરાતને રાહતરૂપ હેવાલ છે કે પવન વાવાઝોડુ કાલે સોમાલિયાના કિનારે ટકરાઈને નબળુ પડી જશે ત્યાર બાદ રાજ્યમાં વાતાવરણ સ્વચ્છ થઈ જશે. બીજી સિસ્ટમ જે પૂર્વ મધ્ય અરબી સમુદ્રમાં સક્રિય ડિપ્રેશન પણ નબળુ પડી ગયુ છે. પરંતુ માલદીવના દરિયા કિનારા નજીક લો પ્રેશર સક્રિય થશે. જોકે લો પ્રેશરની કેવી અસર થશે તેના પર હવામાન વિભાગ નજર રાખી રહ્યુ છે.

   અત્રે ઉલ્લેખનીય છે કે દક્ષિણ પશ્ચિમ અરબી સમુદ્રમાં પવન વાવાઝોડુ સક્રિય થતા તેની અસર ગુજરાત પર જોવા મળી રહી છે. પવન વાવાઝોડામાંથી છૂટા પડેલા વાદળો ગુજરાત તરફ આવતા સૌરાષ્ટ્ર સહિતના વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે. સૌરાષ્ટ્ર, પોરબંદર, ગીર, સોમનાથ તેમજ દ્વારકામાં વરસાદી વાદળોએ ખેડૂતોની ચિંતા વધારી હતી.

(11:14 pm IST)