Gujarati News

Gujarati News

News of Saturday, 7th December 2019

વડગામ માર્કેટિંગ યાર્ડમાં ટેકાના ભાવે મગફળીની ખરીદ કામગીરી ધીમીગતિએ થતી હોવાનો આક્ષેપ

વડગામ : બનાસકાંઠા જિલ્લાના વડગામ તાલુકામાં ઉત્પન્ન થયેલા મગફળીના પાકને સરકારના ટેકાના ભાવે ખરીદી કરવા પૂરવઠા વિભાગ દ્વારા વડગામ માર્કેટયાર્ડમાં છેલ્લા એકવીસ દિવસથી મગફળી ખરીદી કરવાની કાયઁવાહી શરૂ કરાઈ છે પરંતુ ખરીદ કામ ધીમી ગતિએ ચાલતું હોવાનું જિલ્લા સહકારી સંઘના ડિરેકટર ફતાભાઈ સી.કરેણે જણાવ્યું છે.

ર રાજ્ય સરકારે રૂપિયા એક હજાર અઢારની બજાર કિંમત નક્કી કરી ટેકાના ભાવે મગફળી ખરીદી કરવામાં આવે છે, પણ અધિકારી કર્મચારીઓ દ્વારા પાછલા બારણેથી પાલનપુરના વેપારીઓનો સ્ટોક સેટીંગ કરવા,વડગામ તાલુકાના ખેડૂતોનું વેઈટીંગ લીસ્ટ બનાવી તારીખ ૩/૧૨/૨૦૧૯ સુધી નોંધેલ ખેડૂતોનો માલ ખરીદ કર્યો જ નથી.

જેની સામે પાલનપુરના વેપારીઓનો મગફળીનો સ્ટોક ખરીદ કરાય છે.તેવા આક્ષેપો ખેડૂતોએ કર્યા હતા. પાલનપુર સહિત તાલુકામાં ઉત્પન્ન થયેલી વીસ નંબરની મગફળીનું સેંટીગ કરવા અઠવાડિયાના દશ જેટલા ખેડૂતોની પણ મગફળી ખરીદી થતી નથી.જે બાબતે ફતાભાઈ સી.કરણે ઉચ્ચ કક્ષાએ રજુઆત કરી છે.જિલ્લા કલેક્ટર આ અંગે ઘટતાં પગલાં ભરે તેવી ખેડૂત આલમની માંગ છે.

(8:47 pm IST)