Gujarati News

Gujarati News

News of Saturday, 7th December 2019

માનસિક દબાણમાં આવી મોડાસા એન્જીનીરીંયગ કોલેજના વિદ્યાર્થીનો આપઘાતનો પ્રયાસ

હિંમતનગર:મહેસાણા જીલ્લાના ખેરાલુનો રહીશ અને હાલ મોડાસામાં એન્જીનીરીંયગ કરતા એક વિદ્યાર્થીએ ગમે તે કારણોસર માનસિક દબાણમા આવી જઈને હિંમતનગરના ટાવર પાસેના બ્રિજ પરથી નીચે પડી આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો.જોકે આ વિદ્યાર્થીએ બ્રિજ પરથી પડતુ મુકતા પહેલા પોતાના ગળાના ભાગે તીક્ષ્ણ હથિયારથી ઈજા પહોંચાડી હતી. ત્યારબાદ આ ઈજાગ્રસ્તને હિંમતનગર સીવીલમાં સારવાર અપાયા બાદ વધુ સારવાર અર્થે અમદાવાદ રવાના કરાયો હતો. આ અંગે વિશ્વસનીય સુત્રોમાંથી મળતી માહિતી મુજબ મહેસાણા જીલ્લાના ખેરાલુ ગામનો રહીશ અને મોડાસામાં આવેલી એન્જીનીરીંયગ કોલેજમાં ભણતા મિતેશ ભરતભાઈ સોની (આ.ઉ.વ 20) શુક્રવારે પરીક્ષા હોવાથી તે પૂર્ણ કર્યા બાદ હિંમતનગર આવ્યો હતો. અને તે ખેરાલુ જવા માંગતો હતો. દરમ્યાન અગમ્ય કારણોસર અથવા તો માનસિક દબાણમાં આવીને તે જ્યારે શહેરના ભરચક વિસ્તારમાં આવેલ ટાવર પાસેના ઓવરબ્રિજ પરથી પસાર થતો હતો ત્યારે અચાનક તેને આપઘાત કરી લેવાનું નક્કી કર્યું હતુ.ત્યારબાદ આ યુવાને પુલની દિવાલ પર ચઢ્યો તે અગાઉ મિતેશભાઈ સોનીએ પોતાની પાસેના તથા એન્જીનીયરીંગ વપરાતા તીક્ષ્ણ હથિયાર વડે પોતાના ગળાના ભાગે ઈજા પહોંચાડી હતી. અને તરત જ પુલ પરથી પડતુ મુક્યું હતુ.બપોરે ત્રણ વાગ્યાના સુમારે બનેલી આ ઘટના બાદ લોકોએ તરત જ ભેગા થઈ જઈને 108 એમ્બ્યુલન્સને જાણ કરીને બોલાવી હતી. ત્યારબાદ ઈજાગ્રસ્ત્ મિતેશભાઈ સોનીને સારવાર માટે હિંમતનગર સીવીલમાં લઈ જવાયો હતો.જ્યાં પ્રાથમિક સારવાર અપયા બાદ વધુ સારવાર અર્થે અમદાવાદ મોકલી અપાયો હતો.મળતી માહિતી મુજબ આપધાતનો પ્રયાસ કરનાર મિતેશભાઈના પિતા સોનાચાંદીના દાગીના બનાવીને વેચવાનો વ્યવસાય કરે છે. જોકે સાંજે સાડા પાંચ વાગ્યાના સુમારે હિંમતનગર એ.ડીવીજન પોલીસ સ્ટેશનમાં કોઈ વર્ધી નોંધાઈ નથી.

(5:08 pm IST)