Gujarati News

Gujarati News

News of Saturday, 7th December 2019

સુરતના રોકડીયા હનુમાન મંદિર પાસે પતિ સાથે બાઈક પર જતી મહિલાના ગળામાંથી મંગળસૂત્રની ચીલઝડપ

સુરત: ભટાર રોડથી રોકડીયા હનુમાન મંદિર ખાડી બ્રિજ ઉપર સ્નેચરોએ પતિ સાથે બાઇક પર જતી મહિલાના  ગળામાંથી રૃ.20,000 ની કિંમતનું મંગળસૂત્ર તોડતા તે રોડ ઉપર પટકાયા હતા અને ઇજા થઈ હતી.પુણા મગોબ ભક્તિધામ મંદિરની સામે શિવધારા રો હાઉસ ઘર નં.59 માં રહેતા લૂમ્સ કારખાનેદાર 49 વર્ષીય હસમુખભાઈ કેવળરામ પટેલ કાલે મોડીરાતે પત્ની સાથે ભટારની હોસ્પિટલમાં સંબધીના ખબરઅંતર પુછી પરત ઘરે જવા નીકળ્યા હતા. ત્યારે બીઆરટીએસ રોડ રોકડીયા હનુમાન મંદિરની પાસે ખાડી બ્રિજ ઉપર બાઇકસવાર બે અજાણ્યાએ નયનાબેનના ગળામાંથી રૃા.20 હજારનું મંગળસૂત્ર જોરથી આંચકો મારી ખેંચી લેતા તે રોડ પર પટકાયા હતા. સ્નેચર ફરાર થઇ ગયા હતા પણ નયનાબેનને જમણી આંખ, દાડી અને બંને હાથની કોણીને ભાગે ઇજા થતા સારવાર માટે હોસ્પિટલ લઇ જવાયા હતા. ત્યારબાદ આ અંગે સલાબતપુરા પોલીસ મથકે ફરિયાદ નોંધાવાઇ છે.

(5:06 pm IST)