Gujarati News

Gujarati News

News of Saturday, 7th December 2019

સુરત: કાપડના પેમેન્ટ પેટે આપેલા ચેક રીટર્નના બે કેસોમાં સંડોવાયેલા રિધ્ધી ઈન્ડસ્ટ્રીઝના મહીલા સંચાલકને છ માસની સજા સાથે દંડ

સુરત:ઉધાર કાપડના જથ્થાના પેમેન્ટ પેટે આપેલા ચેક રીટર્નના બે કેસોમાં સંડોવાયેલા રિધ્ધી ઈન્ડસ્ટ્રીઝના મહીલા સંચાલકને આજે એડીશ્નલ ચીફ જ્યુડીશ્યલ મેજીસ્ટ્રેટ પી.આઈ.પ્રજાપતિ એ ગુનામાં દોષી ઠેરવી એક વર્ષ છ મહીનાની કેદ, ફરીયાદીને ચેકની બમણી રકમ પેટે રૃ.4.92 લાખ વળતર ચુકવવા તથા વળતર ન ચુકવે તો વધુ 6 માસની કેદની સજા ફટકારી છે. ભેસ્તાન ખાતે ગુરુકૃપા ઈન્ડસ્ટ્રીયલ સોસાયટીમાં આવેલી શ્રી હરીઓમ એન્ટરપ્રાઈઝના સંચાલક અમીબેન કેતન બંધારાએ રિધ્ધી  ઈન્ડસ્ટ્રીઝના મહીલા સંચાલક મનીષા રાજેશકુમાર શીરાવાલા (રે.રણછોડજી પાર્ક સોસાયટી,કતારગામ) વર્ષ-2015-16 દરમિયાન કુલ રૃ.12.93 લાખનો ઉધાર કાપડનો જથ્થો વેચાણ આપ્યો હતો. જે પૈકી ફરિયાદી પેઢીના બાકી નીકળતા 8.32 લાખના પાર્ટ પેમેન્ટ પેટે આરોપી મનીષાબેન શીરાવાલાએ આપેલા રૃ.2.46 લાખના બે ચેક રીટર્ન થતા જીગ્નેશ ભરુચાવાલા મારફતે કોર્ટ ફરિયાદ નોંધાવી  હતી.કેસની અંતિમ સુનાવણી બાદ ફરિયાદપક્ષે આરોપીએ આપેલા ચેક પોતાના કાયદેસરના લેણાં પેટે હોવાનું પુરવાર કરતા કોર્ટે આરોપી મહિલો દોષી ઠેરવી સજાનો હુકમ કર્યો હતો. અરજી ખર્ચ પેટે રૃા.10 હજાર પણ ચૂકવવા અને તે ન ચૂકવે તો વધુ 30 દિવસની કેદની સજાનો નિર્દેશ કોર્ટે આપ્યો હતો.

(5:06 pm IST)