Gujarati News

Gujarati News

News of Saturday, 7th December 2019

એર ઇન્ડિયાની અમદાવાદથી મુંબઈ જતી બે ફ્લાઇટ ચાર કલાકથી વધુ સમય માટે મોડી પડતા મુસાફરોને ભારે પરેશાની

અમદાવાદ:અમદાવાદ-મુંબઇને સાંકળતી એર ઇન્ડિયાની બે ફ્લાઇટ ચાર કલાકથી વધુ સમય માટે મોડી પડતા મુસાફરોને ભારે પરેશાનીનો સામનો કરવો પડયો હતો. જેમાં અમદાવાદ-મુંબઇ ફ્લાઇટ 4.34 કલાક, મુંબઇ-અમદાવાદ 4.03 કલાક માટે મોડી હતી. મુંબઇ-અમદાવાદની એર ઇન્ડિયાની ફ્લાઇટ (એઆઈ 986) સવારે 5:30ને સ્થાને સવારે 9:33ના રવાના થતાં તેને 4.03 કલાકનો વિલંબ થયો હતો.આમ, ફ્લાઇટ તેના નિર્ધારીત સમય સવારે 6:45ને સ્થાને સવારે 10:48ના આવી હતી. બીજી તરફ અમદાવાદ-મુંબઇની એર ઇન્ડિયાની ફ્લાઇટ (એઆઇ 614) સવારે 7:20ના સ્થાને સવારે 11:54ના રવાના થતાં તેને 4.34 કલાકનો વિલંબ થયો હતો.આજે બે ઇન્ટરનેશનલ સહિત કુલ 10 ફ્લાઇટ 50 મિનિટથી વધુ મોડી પડી હતી. જેમાં સ્પાઇસ જેટની અમદાવાદ-દુબઇ બપોરે 4:35ને સ્થાને સાંજે 6:05ના રવાના થતાં તેને 1.30 કલાકનો, અમદાવાદ-બેંગકોક ફ્લાઇટ સાંજે 7ને સ્થાને રાત્રે 8ના રવાના થતાં તેને 1 કલાકનો વિલંબ થયો હતો.સિવાય સ્પાઇસ જેટની અમદાવાદ-દિલ્હી 1.06 કલાક, એર ઇન્ડિયાની ઓઝર-અમદાવાદ 2.50 કલાક, કંડલા-અમદાવાદ 2.23 કલાક, અમદાવાદ-ઓઝર 2.34 કલાક, સ્પાઇસ જેટની દિલ્હી-અમદાવાદ 55 મિનિટ, ઇન્ડિગોની ગોવા-અમદાવાદ ફ્લાઇટ 54 મિનિટ મોડી પડી હતી.

(5:05 pm IST)