Gujarati News

Gujarati News

News of Saturday, 7th December 2019

મહિલા ગેંગના ત્રણ સભ્યોના 13 દિવસના રિમાન્ડ મંજુર

આણંદ: વીરસદ પોલીસે ગણતરીના દિવસોમાં ઝડપી પાડેલી મહિલા કિલર ગેંગના ત્રણ સભ્યોને આજે બોરસદની કોર્ટમાં રજૂ કરીને વધુ તપાસ માટે ૧૩ દિવસના પર સોંપવાનો હુકમ કર્યો હતો. રીમાન્ડ મળતાં પોલીસે ત્રણેયની તલસ્પર્શી તપાસ હાથ ધરી છે જે દરમ્યાન બીજા પણ કેટલાક ગુનાઓ પરથી પર્દાફાશ થાય તેવી શક્યતાઓ જોવાઈ રહી છે. પ્રાપ્ત વિગતો અનુસાર આણંદની એનસીસી મહિલા કમાન્ડર કોમલબેન ગોસ્વામી તેમજ મીંયાણી ગામની હિરૂબેન ભરવાડની લૂંટ વીથ મર્ડરના ગુનામાં ધરપકડ કરાયેલા મુખ્ય સૂત્રધાર દિલીપ ઉર્ફે ડાહ્યો ગગજીભાઈ ચાવડા (રે. જલુંઘ), સલીમ ઈસ્માઈલભાઈ બારીવાલા (રે. કંથારીયા, ભરૂચ)અને સાવનકુમાર ધનજીભાઈ પટેલ (રે. કાળી તલાવડી)ને ઝડપી પાડીને બે રીક્ષા, ટાટા એન્જોય ગાડી, બાઈક તેમજ લૂંટમાં ગયેલો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. પોલીસે આજે ત્રણેયને બોરસદની કોર્ટમાં રજૂ કરીને ફરાર થઈ ગયેલા આરોપીઓને ઝડપી પાડવા, એકલદોકલ મહિલાઓને રીક્ષા કે ફોર વ્હીલરોમાં બેસાડીને માર મારી લૂંટી લઈ ગળુ દબાવીને હત્યા કરવાના બીજા કેટલા ગુનાઓને અંજામ આપ્યો છે તે તથા સમગ્ર કેસમાં વધુ તપાસ કરવા માટે રીમાન્ડની માંગણી કરી હતી. ન્યાયાધિશે ૧૯મી તારીખ સુધી એટલે કે ૧૩ દિવસના રીમાન્ડ મંજૂર કર્યા હતા. રીમાન્ડ મળતાં પોલીસે તલસ્પર્શી તપાસ હાથ ધરી છે. પીએસઆઈ ઘાસુરાના જણાવ્યા અનુસાર પકડાયેલી મહિલા કિલર ગેંગ પેટલાદ-ખંભાત પંથક ઉપરાંત અમદાવાદથી લઈને છેક વાપી સુધી કાર્યરત હતી અને તેઓ દ્વારા અગાઉ કેટલીક મહિલાઓને મુસાફર તરીકે વાહનોમાં બેસાડીને તેઓને લૂંટી લઈ ગળે ટુંપો આપીને હત્યા કરી નાંખી હોવાનું પણ પ્રાથમિક તપાસમાં ખુલવા પામ્યું છે જે અંગે તલસ્પર્શી તપાસ હાથ ધરવામાં આવી છે તે જોતાં રીમાન્ડ દરમ્યાન બીજા કેટલાક ગુનાઓ પરથી પણ પર્દાફાશ થાય તેવી શક્યતાઓ જોવાઈ રહી છે.

(4:56 pm IST)
  • હજુ એક રાહત પેકેજ આવશેઃ નિર્મલા સીતારામન : અર્થતંત્રને દોડતું કરવા વધુ એક રાહત પેકેજ આવશે સરકાર તેના પર કામ કરી રહી છે. નાણામંત્રી સીતારામનનો નિર્દેશઃ જીએસટીના રેટ અને સ્લેબમાં પણ ફેરફાર થશે. access_time 3:45 pm IST

  • કચ્છના રાપરના લાલસરી-કલ્યાણપર વચ્ચે કાર ચાલકે મહિલાને હડફેટે બે દિકરીઓની નજર સામે માતાનું મૃત્યુ: ચાલક નશામાં હોવાના અહેવાલ access_time 10:53 pm IST

  • ઈન્ટરનેટ બંધના મુદ્દે જમ્મુ બંધનું અપાયેલ એલાન સંપૂર્ણ નિષ્ફળ : પેન્થર પાર્ટી સહિત કેટલાક સંગઠનોના નેતાઓ - કાર્યકર્તાઓને અટકમાં લઈને જમ્મુ બંધ સરકારે નિષ્ફળ બનાવ્યુ : જમ્મુ કાશ્મીરમાં સતત મહિનાઓથી ઈન્ટરનેટ સેવા બંધ રહેવાના, સરોર ટોલ પ્લાઝા ખોલવાના અને વધતી મોંઘવારીના વિરોધમાં આજે જમ્મુ બંધનું એલાન અપાયેલ : આ અંગે છેલ્લા કેટલાક દિવસોથી દેખાવો થઇ રહ્યા હતા access_time 4:29 pm IST