Gujarati News

Gujarati News

News of Saturday, 7th December 2019

ભારતીય સશસ્ત્ર સેના ધ્વજદિવસ-સુરક્ષા દળોનાં જવાનોની સમર્પિત ભાવનાનો ઋણ સ્વીકાર : વિજયભાઇ રૂપાણીએ સૈનિક કલ્યાણ નિધિમાં ફાળો અર્પણ કર્યો

ફૂલ નહિ તો ફૂલની પાંખડી રૂપે ફાળો અર્પણ કરવા અનુરોધ

ગાંધીનગર, તા. ૭ : મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ ભારતીય સશસ્ત્ર સેના ધ્વજ દિવસ અવસરે સુરક્ષાદળોના જવાનોની સમર્પિત ભાવનાનો ઋણસ્વીકાર કરી સૈનિક કલ્યાણ નિધિમાં આજે પોતાનો ફાળો અર્પણ કર્યો હતો.ઙ્ગ

શ્રી વિજયભાઇ રૂપાણીએ દેશની સુરક્ષા સાચવતા ફરજપરસ્ત જવાનો પ્રત્યે કૃતજ્ઞતા પણ આ વેળાએ વ્યકત કરી હતી.ઙ્ગ

મુખ્યમંત્રીશ્રીએ સૌ નાગરિક ભાઇ-બહેનોને પણ સૈનિક કલ્યાણ નિધિમાં ઉદાર હાથે ફાળો આપવાની અપિલ કરી હતી.ઙ્ગ

તેમણે કહ્યું કે, આપણી સીમાઓ સાચવતા આ વીર જવાનો પડકારો, વિપદાઓ અને વિકટ સ્થિતીમાં પણ અડગ રહીને પોતાના પ્રાણની પરવા કર્યા વિના રાષ્ટ્ર રક્ષા કરે છે.ઙ્ગ

આવા જવાનો-સંરક્ષણ દળોને કારણે જ સમાજમાં સુખ-ચૈન-શાંતિથી લોકો સૂઇ શકે છે.ઙ્ગ

માતૃભૂમિની રક્ષા માટે જાન કુરબાન કરનારા વીર શહિદોનું સશસ્ત્ર સેના ધ્વજ દિવસે સ્મરણ કરી તેમના પરિવારજનોના કલ્યાણ માટે ફૂલ નહિ તો ફૂલની પાંખડી રૂપે ફાળો આપી નાગરિક કર્તવ્ય ભાવ અદા કરવા પણ શ્રી વિજયભાઇ રૂપાણીએ અનુરોધ કર્યો હતો.ઙ્ગ

આ અવસરે ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ શ્રીમતી સંગીતા સિંદ્ય પણ ઉપસ્થિત રહ્યા હતા.ઙ્ગ

ગુજરાત સૈનિક કલ્યાણ બોર્ડના નિયામકશ્રી સાથે એન.સી.સી. કેડેટસે તથા ડિફેન્સ પી.આર.ઓ શશીકાન્તે આ ફાળો સ્વીકાર કર્યો હતો.

(4:14 pm IST)