Gujarati News

Gujarati News

News of Saturday, 7th December 2019

આવતીકાલે એન્જીનીયરીંગ બ્લોકને લઇને રાજકોટ-અમદાવાદ વચ્ચેની કેટલીક ટ્રેનો મોડી દોડશે

રાજકોટઃ રેલ્વે ડીવીઝનના વગડીયા સ્ટેશન ઉપર ટ્રેક મેઇન્ટનન્સ કાર્યને લઇને આવતીકાલ તા.૮ મીના મુંબઇ સેન્ટ્રલથી પોરબંદર આવતી સૌરાષ્ટ્ર એક્ષપ્રેસ રસ્તામાં રામપરડા સુધી એક કલાક ૪૦ મીનીટ રોકી દેવાશેઃ આ ઉપરાંત આવતીકાલની અમદાવાદ-વેરાવળ સુપરફાસ્ટ પણ રામપરડા સુધી પ૦ મીનીટ મોડી દોડશેઃ આવતીકાલની ઓખા-ભાવનગર પેસેન્જર ટ્રેન વાંકાનેર  થાન વચ્ચે દોઢ કલાક મોડી ચાલશેઃ આવી જ રીતે જામનગર-બાંદ્રા હમસફર એકસપ્રેસ જામનગરથી પોતાના નિર્ધારીત સમયથી ૧ કલાક ૩૦ મીનીટ મોડી ઉપડશે.

(4:10 pm IST)